સાવરકુંડલા પાસે ક્ધટેનર પલટી જતાં તેલની લૂંટફાટ
લોકો હાથમાં આવ્યું તે વાસણમાં તેલ ભરી ગયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા-નેસડી રોડ પર પીપાવાવ પોર્ટ જઈ રહેલું તેલ ભરેલું એક ક્ધટેનર પલટી ગયું હતું. આ ઘટનામાં ક્ધટેનરમાંથી તેલ બહાર ઢોળાતા આસપાસના સ્થાનિક લોકો વાસણો અને કેરબા લઈને તેલ ભરવા માટે ઉમટી પડ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, ક્ધટેનર સામેથી આવતા એક વાહનને સાઈડ આપવા જતાં રોડની સાઈડમાં ઉતરી ગયું હતું.
જેના કારણે ડ્રાઈવરે સંતુલન ગુમાવતા ક્ધટેનર પલટી મારી ગયું હતું. ક્ધટેનર પલટી જતાં મોટી માત્રામાં તેલ રોડ પર ઢોળાઈ ગયું હતું. આ સમાચાર મળતા જ મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો અને તેલ ભરવાના સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેલ ભરવા માટે રીતસરની પડાપડી જોવા મળી હતી.
આ ઘટનાને કારણે ટ્રાફિક જામ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. આ ઘટનામાં ક્ધટેનર સંચાલકોને મોટા પાયે નુકસાન થયું હોવાનું અનુમાન છે. પોલીસે ક્ધટેનર કેવી રીતે પલટી ગયું તે અંગે તપાસ હાથ ધરી છે અને ક્ધટેનરને ફરીથી ઊભું કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે.