ઘીમાં તેલની મિલાવટ, દૂધમાંથી ફેટ ગાયબ : ચાર પેઢી સામે ફરિયાદ
ફૂડ વિભાગ દ્વારા વધુ 19 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 1ને લાઈસન્સ અંગે અપાઈ નોટિસ
શહેરમાં ભેળસેળિયા તત્વોએ માજા મુકી છે ફૂડ વિભાગ દ્વારા અનેક વખત આ પ્રકારના તત્વોને ખુલ્લા પાડવામાં આવી રહ્યા છે છતાં બંધ થવાનું નામ ન લેતા હોય તેમ તાજેતરમાં ફૂડ વિભાગે લીધેલ હિંગ, દૂધ, સુદ્ધ ઘીના સેમ્પલનો રિપોર્ટ આવતા આજે ઘીમાં તેલની મીલાવટ દૂધમાંથી ફેટ કાઢી લીધાનું અને હિંગમાં સિન્થેટિક કલરની ભેળસેળ ખુલતા ફૂડ વિભાગે પાંચ પેઢી વિરુદ્ધ એજ્યુબીકેશન કાર્યવાહી હાથ ધરી છે.
ફૂડ વિભાગ દ્વારા ગત સપ્તાહે કુવાડવા રોડ ઉપર નેન્શી ગૃહ ઉદ્યોગમાંથી લીધેલ હિંગના સેમ્પલમાં સિન્થેટીક ફૂડ કલર ભેળસેળ તેમજ પટેલ વિજય સ્વીટ એન્ડ નમકીન મોરબી રોડ ખાતેથી લીધેલ શુદ્ધ ઘીમાં વેજીટેબલ તેલની મીલાવટ તથા બજરંગવાડી અમૃત ડેરીમાંથી લીધેલ મીક્સ દુધમાથી લીધેલ અને જાગનાથ રામકૃષ્ણ ડેરીમાંથી લીધેલ દૂધમાંથી ફેટ કાઢી લીધાનું માલુમ પડતાફૂડ વિભાગે તમામ પાંચ વિક્રેતાઓ સામે એજ્યુબીકેશન કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ફૂડ વિભાગ દ્વારા ’રામકૃષ્ણ ડેરી ફાર્મ’, જાગનાથ શેરી નં.22, મહાકાળી મંદિર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "મિક્સ દૂધ (લુઝ)" નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ઇ.છ. રીડિંગ ધારાધોરણ કરતાં વધુ તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી આવેલ હોવાથી નમૂનો "સબસ્ટાન્ડર્ડ" (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગની ટીમ તથા શહેરના નાનામવા સર્કલ થી રાજનગર ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જેમાં 11 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 11 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ જેમાં (01)શિવ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય સિયારામ રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)નકળંગ રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શક્તિ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બજરંગ ભેળ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)ખોડિયાર જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)જય અંબે પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)પટેલ ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)લક્ષ્મી શીંગ સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)શ્રી રામ નાસ્તા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ક્રિષ્ના મારવાડી પાણીપૂરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (12)જીલ આઇસ્ક્રીમ (13)ભવાની ટ્રેડર્સ (14)જલિયાણ ફરસાણ (15)મુરલીધર ગાંઠિયા (16)નકળંગ ટી સ્ટોલ (17)શ્રી રામ ફરસાણ (18)આશુતોષ નાસ્તા હાઉસ (19)જય દ્વારકાધીશ ટી સ્ટોલની ચકાસણી કરવામાં આવેલ.
પફ, ચીઝ અલગ અલગ સબ્જી સહિતના સાત સેમ્પલ લેવાયા
મનપાના ફૂડ વિભાગ દ્વારા નમુનાની કામગીરી દરમિયાન આજે ગુસ્તોસ પિઝામાંથી ચીઝ તથા લેક્ટા ક્રીમ તથા કોટેજ ચીઝ બેલ પેપર મસાલા સબ્જી, દાલમખની તથા મીક્સ વેજીટેબલ શબ્જી, દાલફ્રાય અને મસાલા પફ સહિતના સાત સેમ્પલ લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.