કલ્યાણપુરના રાવલમાં રસ્તામાં નડતરરૂપ દબાણો દૂર કરાયા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે નિર્માણાધીન ગૌરવ પથને નડતરરૂૂપ આશરે ત્રણ ડઝન જેટલા દબાણો પર સરકારી બુલડોઝર કર્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ જામ રાવલ ગામમાં પ્રવેશવાના માર્ગના ગૌરવપથને આઇકોનીક રોડ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટી રકમની મંજૂરી આપવામાં આવી હતી. કરોડો રૂૂપિયાના ખર્ચે સપ્ટેમ્બર - 2024 માસમાં મંજૂર થયેલા આ રસ્તા પર વ્યાપક પ્રમાણમાં દબાણ હતા. જે અંગે નગરપાલિકા દ્વારા અપાયેલી નોટીસો બાદ મોટાભાગના દબાણકર્તાઓએ પોતાના દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી દીધા હતા.
પરંતુ અહીં કેટલાક આસામીઓના દબાણો યથાવત રહેતા આ અંગે રાવલ નગરપાલિકાએ રવિવારે કડક કાર્યવાહી કરી હતી. આ નિયત માર્ગ પર નળતરરૂૂપ આશરે 35 જેટલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસર દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કાચી-પાકી કેબીનો તેમજ દુકાનોના દબાણો હટાવીને ગૌરવ પથને નડતરરૂૂપ દબાણો હટાવ્યા હતા.
ચીફ ઓફિસર ભરતભાઈ પરમારએ આ અંગે જણાવ્યું હતું કે રાવલ ગામમાં પ્રવેશતા રસ્તા ગૌરવ તથા એસ.ટી. સર્કલ પાસે આઇકોનિક રોડ બનશે. તે માટેની ટેન્ડરિંગ પ્રક્રિયા સંપન્ન થઈ ચૂકી છે. ત્યારે અહીં નડતરરૂૂપ દબાણોને તંત્રએ પોલીસને સાથે રાખીને દૂર કર્યા છે.