રાજકોટમાં નર્સિંગની છાત્રાનો આપઘાત: પ્રેમી ભૂવાએ હત્યા કર્યાનો આક્ષેપ
લગ્ને લગ્ને કુંવારા પરિણીત ભૂવાએ 8 માસ પહેલાં પણ ઝેર પીવડાવ્યું’તું; પુત્રીને ફસાવી મોત નિપજતા લાશ હોસ્પિટલમાં મૂકી નાસી છૂટયાના પિતાના આરોપથી ખળભળાટ
રાજકોટમા ભગવતીપરા વિસ્તારમા રહેતી યુવતીને મવડી સ્મશાનમા રહેતા ભુવાએ પ્રેમજાળમા ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. 8 માસ પુર્વે પ્રેમી ભુવાએ યુવતીને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ગઇકાલે યુવતીએ ઝેરી દવા પી લીધી હોવાનો આક્ષેપ સાથે ભુવો યુવતીને સારવાર માટે હોસ્પીટલે લાવ્યો હતો. જયા સારવાર દરમ્યાન યુવતીનુ મોત નીપજતા ભુવો પ્રેમીકા યુવતીની લાશને હોસ્પીટલમા તરછોડી નાસી છુટયો હતો. યુવતીને ભુવાએ ઝેર પીવડાવી મોતને ઘાટ ઉતાર્યો હોવાનુ તેનાં પિતાએ સનસનીખેજ આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા મવડી ગામે રહેતી કોમલબેન કેતનબેન સાગઠીયા નામની 26 વર્ષની પરણીતા ગત તા 13 નાં રોજ સાંજનાં છએક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. કોમલબેનને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા કોમલબેન સાગઠીયાનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.
ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો.
પ્રાથમીક તપાસમા મૃતક કોમલબેન અમદાવાદમા જીએનએમનો અભ્યાસ કરતી હતી અને રાજકોટમા ખાનગી હોસ્પીટલમા ફરજ બજાવતી હતી. કોમલબેન એક ભાઇ 3 બહેનમા વચેટ હતી અને તેનાં પિતા રાજકોટ મનપાનાં સોલીડ વેસ્ટ વિભાગમા ફરજ બજાવે છે ભગવતીપરામા રહેતા મૃતક કોમલબેનનાં પિતા ધીરજલાલ ધનજીભાઇ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે કેતન સાગઠીયા મવડી સ્મશાનમા આવેલ માતાજીનાં મંદિરમા ભુવા ગતી કરે છે અને દોઢ વર્ષ પહેલા કોમલ સબંધીનાં ઘરે માંડવામા ગઇ હતી ત્યારે તેના પરીચયમા આવ્યો હતો. ભુવા કેતન સાગઠીયાએ કોમલને પ્રેમજાળમા ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. અગાઉ 8 માસ પુર્વે કેતન સાગઠીયાએ કોમલને ઝેરી દવા પીવડાવી હતી. કેતન સાગઠીયા વિરુધ્ધ તેની પત્નીએ પણ ફરીયાદ નોંધાવી છે અને દુષ્કર્મનાં ગુનામા પણ સંડોવાયેલો છે. કેતન સાગઠીયા અનેક યુવતીઓ સાથે સબંધ ધરાવે છે. કોમલબેને સારવાર દરમ્યાન હોસ્પીટલનાં બીછાને દમ તોડી દેતા પ્રેમી ભુવો કેતન સાગઠીયા લાશને હોસ્પીટલનાં બીછાને છોડી નાસી છુટયો છે અને ભુવા કેતન સાગઠીયાએ જ કોમલબેનને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામા આવ્યો છે મૃતકનાં પિતાએ કરેલા આક્ષેપને પગલે તાલુકા પોલીસે મૃતક યુવતીનાં મૃતદેહનો ફોરેન્સીક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
તારા પપ્પા મરી જશે અને તારા ઘરે રૂપિયાનો વરસાદ થશે તેવી વાતોમાં ભોળવી‘તી: પિતા
કોમલબેન સબંધીનાં ઘરે માતાજીનાં માંડવામા ગઇ હતી ત્યારે કેતન સાગઠીયાનો સંપર્ક થયો હતો અને તે ભુવો હોવાની ઓળખાણ આપી કોમલબેનને તારા પિતા મરી જશે તેવી વાતો કરી ભોળવી હતી. જેનાં પગલે કોમલબેન અવાર નવાર કેતન સાગઠીયા પાસે દાણા જોવડાવવા જતી હતી. તે દરમ્યાન કેતન સાગઠીયાએ તારા ઘરે પૈસાનો વરસાદ થશે. તેવી લાલચ આપી કોમલબેનનાં પિતાનાં નામે લોન લીધી હતી. બાદમા બેંકમાથી કોલ આવતા ધીરજભાઇ સોલંકીને જાણ થઇ હતી કે તેના નામે કેતને લોન લીધી છે. તારા પિતા મરી જશે તેવી વાતોમા ભોળવી ભગાડી ગયો હતો અને બાદમા મોતને ઘાટ ઉતારી હોવાનો પરીવારે આરોપ લગાવ્યો છે.