જામકંડોરણામાં નર્સિંગની છાત્રાનો ફાંસો ખાઇ આપઘાત
જામકંડોરણાના કાલાવડ રોડ પર આવેલી નર્સિંગ કોલેજ ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીના સુસાઈડ ચોવીસ કલાક વિત્યા હજુ કારણ અંકબંધ રહેતા ચકચાર જાગી છે. આ અંગેની વધુ માહિતી જામકંડોરણાના પીઆઈ એમ. જી. ચૌહાણના જણાવ્યા અનુસાર જામજોધપુર તાલુકાના મોટી પાનેલીમા રહેતા રાજેશભાઈ મકવાણાની દીકરી સલોનીબેન મકવાણા પોતાના નર્સિંગ ના અભ્યાસ માટે જામકંડોરણા લેઉવા પટેલ ની ક્ધયા છાત્રાલયમા રહીને કાલાવડ રોડ પર આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરી રહી હતી પરંતુ તારીખ..24-03-2025ના રોજ કોઈ અગ્મય કારણોસર આ નર્સિંગ કોલેજ હોસ્ટેલ ના રૂૂમમાં પંખા સાથે ચુંદડી લગાવી ને ગળા ફાંસો ખાઈ ગયેલી હાલતમાં મળી આવી હતીા જામકંડોરણા પોલીસ આ ડેડબોડી ને નિચે ઉતારી જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યાં ફરજ પર ના ડોક્ટરે આ યુવતી ને મૃત જાહેર કરી હતી જામકંડોરણા પોલીસ ફરીયાદ નોધી બનાવની શું હકીકત છે. ક્યાં કારણોસર દિકરી ને સુસાઇડ નું પગલું ભરવું પડ્યું તે અંગે તપાસ હાથ ધરી છે.