રાણપુર પંથકમાં વાવાઝોડાના કારણે અસંખ્ય વીજપોલ ધરાશાયી
બોટાદ જિલ્લાના રાણપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે રાણપુર તાલુકાના નાગનેશ,કિનારા, દેવળીયા, ધારપીપળા, રાજપરા, બુબાવાવ, નાનીવાવડી, જાળીલા, કેરીયા, ઉમરાળા, અલમપુર સહિતના ગામોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.જેના કારણે PGVCL ના અસંખ્ય વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા વિજપોલ ધરાશાયી થવાની ઘટના બાદ રાણપુર PGVCL કચેરીએ જાણ થતા બોટાદ જિલ્લા અધિક્ષક ઇજનેર કે.ડી.નીનામા અને કાર્યપાલક ઇજનેર જે.જે.ગોહેલ ના માર્ગદર્શન અને સુચના હેઠળ રાણપુર PGVCL કચેરીના ડેપ્યુટી ઇજનેર આર.એ.ચૌધરી તેમજ સ્ટાફ દ્વારા રાતોરાત તાબડતોબ જે વીજપોલ ધરાશાયી થયા હતા.
અને વીજ પુરવઠો ખોરવાયો હતો ચાલુ વરસાદે રાણપુર PGVCL ની ટીમ તમામ ઘટના સ્થળો પર પહોંચીને તાત્કાલિક સમારકામ ચાલુ કરી વીજ પુરવઠો ઝડપથી મળી રહે તે માટે ડેપ્યુટી ઇજનેર આર.એ.ચૌધરી ની હાજરીમાં સ્થળ ઉપર ઊભા રહીને મોડી રાત સુધી કામગીરી કરાવી હતી અને રાણપુર શહેર અને તાલુકામાં વીજ પુરવઠો ફરી ચાલુ કરાવ્યો હતો.જેને લઇને લોકોએ રાણપુર PGVCL કચેરીનો આભાર માન્યો હતો કારણ કે મીની વાવાઝોડા સમાન આ વાતાવરણમાં અસંખ્ય વીજપોલ અને ટી.સી. પડી ગયા હતા અને વાયરો તુટી ગયા હતા.રોડ ઉપર લાઈટના તાર પર વૃક્ષો પડી ગયા હતા.રાત્રે અંધારામાં રાણપુર PGVCL કચેરીના એક્ટિવ અને ઉત્સાહી ડેપ્યુટી ઇજનેર આર.એ.ચૌધરી અને તેમની ટીમ દ્વારા ચાલુ વરસાદે કામગીરી કરીને પ્રશંસનીય અને બિરદાવા લાયક કામગીરી કરી હતી .