ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

નંબર પ્લેટમાં શહેરના કોડ સાથે હવે શૂન્યના બદલે Aનો ઉલ્લેખ કરાશે

04:22 PM Sep 18, 2025 IST | Bhumika
Advertisement

રાજયની વાહન વ્યવહાર કચેરી દ્વારા પરિપત્ર કરાયો: ૠઉં05ના બદલે 5અ લખવા આદેશ

Advertisement

રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થયા બાદ શહેરના કોડ સાથે ઝીરોને બદલે આલ્ફાબેટ અનો ઉલ્લેખ કરવા રાજ્યના વાહન વ્યવહાર વિભાગે ફરમાન જારી કર્યું છે.

અમદાવાદમા હાલ વ્હીકલના બરમા GJ-01 પછી AIB AC જેવી સિરીઝનો ઉલ્લેખ થતો હતો. પરંતુ હવેધી GJ-01ને બદલે GJ-1અ (GJ-1A-AA-નંબર ) પછી સિરીઝનો ઉલ્લેખ થશે. તેવી જ રીતે સુરતમા પણ બે આલ્ફાબેટની સિરીઝ પૂર્ણ થયા બાદ GJ-05ને બદલે GJ-ગઅ નો ઉલ્લેખ થશે. GJ-5અ પછી સિરીઝ અને નંબર દર્શાવવાનો રહેશે. હાલ ફક્ત ને ફક્ત અમદાવાદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂર્ણ થઈ છે. તેથી અહીંયા GJ-1અનો ઉલ્લેખ કરીને નંબરની ફાળવણી કરવાનો ટૂંક સમયમાં આરંભ કરી દેવાશે. હવે પછી જે પાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્કાબેટની સિરીઝ પૂરી થવાની હોય તેમણે સિરીઝ પૂરી થવાના છ મહિના પહેલા વડી કચેરીને જાણ કરવાની રહેશે. રાજ્યમા સૌપ્રથમ વ્હીકલનું રજિસ્ટ્રેશન શરૂૂ થયું તે સમયે શહેરના તકોડ સાથે આલ્કાબેટ અને સિરીઝ તરીકે અનો ઉલ્લેખ થતો હતો.

ત્યારબાદ તબક્કાવાર રીતે AB, BA, CA. DAને આગળ વધારી ZAસુધી લઈ જવામા આવી હતી જોકે હવે બે આલ્ફાબેટની સિરીઝ અમદાવાદમા પૂર્ણ થઈ છે. જ્યારે સુરતમા પણ આગામી એકાદ વર્ષમાં બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થઈ જશે. બે આલ્ફાબેટની સિરીઝ પૂરી થયા બાદ સુરતમાં પણ GJ-VAનો ઉલ્લેખ કરવાનો આરંભ કરી દેવાશે.

રાજ્યની જે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં બે આલ્ફાબેટની સિરીઝ પુરી થઈ હોય તે જ કચેરીમાં શહેરના કોડ સાથે અનો ઉલ્લેખ કરી શકાશે જ્યાં સુધી બે આલ્ફાબેટની સિરીઝ પૂરી નહીં થાય ત્યા સુધી હયાત સિસ્ટમ એટલે કે GJ-01, Gl-05, GJ-10નો જ ઉલ્લિેખ કરવાનો રહેશે કોઈપણ પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી બે આલ્ફાબેટની સિરીઝ પૂર્ણ થયા પહેલા શહેરના કોડ સાથે ખ્નો ઉલ્લેખ કરી શકશે નહીં. જોકે આલ્ફાબેટની સિરીઝ કાર્યરત હશે તો નવો નંબર તે સિરીઝમા જ વાહન ખરીદનારાઓને મળશે.

Tags :
city code.gujaratgujarat newsNumber platesvehicles Number plates
Advertisement
Next Article
Advertisement