ફીના ઉઘરાણા કરતી ખાનગી શાળામાં વાલીઓની સાથે NSUI હલ્લાબોલ કરશે
રાજકોટ શહેરમાં ધણી બધી સેલ્ફ ફાઇન્સ શાળાઓ ચાલે છે, આવી સેલ્ફ ફાઇનસ શાળાઓ સરકારના નિયમોનું નેવે મૂકીને ભાજપના મળતિયા સાથે મળીને ભાજપને ફંડ આપવા રાજકોટ શહેરના વાલીઓ પાસેથી મસ્ત મોટી ફી ઉઘરાવી, અન્ય ખોટા ખર્ચા બતાવી ફી ના ઉઘરાણા કરવા અને વાલીઓને દિવસેને દિવસે હેરાન પરેશાન કરી રહ્યા છે.
આ શાળાઓમાં રમત ગમતના મેદાનો નથી, FRC મુજબની ફી ઉઘરાવતા નથી કે ફાયર એન.ઓ.સી. નથી. આ ઉપરાંત શિક્ષકોનું શોષણ પણ કરવામાં આવે છે. આ તમામ પ્રશ્નોને ધ્યાને લઈ ગુજરાત પ્રદેશ NSUI દ્વારા છે જે તે શાળાના સંચાલકોને રૂૂબરૂૂ મળીને આક્રમક રજૂઆત કરવામાં આવશે.
જ્યાં સુધી એફઆરસીની નવી ફિની દરખાસ્ત મંજૂર ના થાય ત્યાં સુધી રાજકોટ શહેરના એક પણ સેલ્ફ ફાઇનસ શાળાઓ વધુ ફી ઉઘરાવી શકે નહીં અને જો આવનારા દિવસોમાં કોઈ શાળા ફી વધારશે તો જે તે શાળા વિરુદ્ધ આવનારા દિવસોમાં વિધાર્થીઓ તેમજ વાલીઓને સાથે રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરોક્ત વિષય અન્વયે કોઈ વાલી અથવા વિધાર્થીને કોઈ સમસ્યા હોય તો હેલ્પ લાઇન નંબર 76982 73604 પર સંપર્ક કરવો NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને પૂર્વ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું છે.