સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રદ કરેલી Ph.D.ની પરીક્ષા લેવા NSUIએ આવેદનપત્ર પાઠવ્યું
છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિધાર્થીઓના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાય ગયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ તમામ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે. ગુજરાત રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓ માં જો પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા લેવામાં આવતી હોય અને ખાસ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા પણ હાલમાં જ પીએચડી એન્ટ્રેસ પરીક્ષા આપીને પીએચડીમાં એડમિશન લીધેલ હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શા કારણોસર પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી?
જે ખૂબ મોટો સવાલ છે આ નિર્ણયથી હજારો વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે માટે અમારી ખાસ માંગણી છે કે આ વર્ષે તાત્કાલિક ધોરણે પીએચડી એન્ટ્રેસ પરીક્ષા ફરી શરૂૂ કરવામાં આવે. જેથી સૌરાષ્ટ્રભરના હજારો વિધાર્થીઓને તેનો લાભ મળે અને તેઓને આ મુશ્કેલીમાંથી રાહત મળે. આ વિષયમાં તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને હજારો વિધાર્થીઓના હિત વિશે વિચારવામાં આવે અન્યથા આવનારા દિવસોમાં NSUI દ્વારા આશ્ચર્યજનક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યકમ કરવામાં આવશે. તેમ પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહીતના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિને પાઠવેલ આવેદનપત્રમાં ચિમકી ઉચ્ચારવામાં આવી છે.