For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ, અનેક કાર્યકરોની અટકાયત

02:47 PM Aug 21, 2025 IST | Bhumika
અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલની બહાર nsuiનો ઉગ્ર વિરોધ  પોલીસ સાથે ઘર્ષણ  અનેક કાર્યકરોની અટકાયત

Advertisement

અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે સેવન્થ ડે સ્કૂલની બહાર NSUIએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. સ્કૂલ બહાર વિરોધ પ્રદર્શનને લઈ NSUI કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અનેક વાલીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ પણ વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.આ દરમિયાન, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા.

બંધના એલાન દરમિયાન બપોરના 12 વાગ્યા આસપાસ સેવન્થ ડે સ્કૂલ પર ફરી પરિસ્થિતિ વણસી હતી. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તેમજ પોલીસે રહેણાંક વિસ્તારમાં જઈને લાઠીચાર્જ કર્યો હતો. તો બીજી તરફ સ્કૂલે પહોંચેલા સિંધી આગેવાનોએ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા. તેમણે સ્કૂલ વિસ્તારમાં 'ગુંડાગર્દી' ચાલતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતો. વિદ્યાર્થીઓએ તેમના વિરોધને વ્યક્ત કરવા માટે ખાસ પોશાક પહેર્યો હતો. જેમાં વિદ્યાર્થિનીઓ કાળા કપડાં પહેરીને પહોંચી હતી, જ્યારે વિદ્યાર્થીઓ સફેદ કપડાં પહેરીને પહોંચ્યા હતાં.

આ ઉપરાંત VHPએ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા-વેપાર બંધ રાખી આંદોલનની જાહેરાત કરી હતી. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement