ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શિક્ષકના આપઘાત મુદ્દે NSUIનું ઉગ્ર પ્રદર્શન, ઝપાઝપીમાં પ્રમુખ બેભાન

04:12 PM Nov 22, 2025 IST | Bhumika
Advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ આવ્યા ત્યારે ગુજરાત NSUIદ્વારા જે ગુજરાતના શિક્ષકોને BLO જવાબદારી આપવામાં આવી છે તેના લીધે ગુજરાતના બાળકોનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે ત્યારે NSUIની માંગશે કે આ કામગીરી માંથી ગુજરાતના શિક્ષકોને મુક્તિ આપવામાં આવે અને જે બે ત્રણ દિવસથી શિક્ષકોના સુસાઇડના કિસ્સાઓ સામે આવે છે તેમાં સરકાર દ્વારા તે પરિવારને આર્થિક સહાય પણ આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રી નો કોટેચા ચોક ખાતે NSUIદ્વારા વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું જેમાં ગુજરાત NSUIપ્રમુખ નરેન્દ્ર સોલંકી,રવિ જીતિયા ,રિયાઝ સુમરા ,ગૌરવ ખીમસૂરીયા ,ધ્રુમિલ રાઠોડ,સમીર ચૌહાણ ,મહિપાલ ચૌહાણ ,દર્શ બગડા , અરમાન બાપુ પ્રિન્સ પટેલ ,યુગ પટેલ વગેર જેવા 15 થી વધારે NSUIના કાર્યકરો ની પોલીસ દ્વારા અટકાયત કરવા માં આવી .. આ સમયે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપીમા એનએસયુઆઇનાં પ્રમુખ નરેન્દ્ર સોલંકી બેભાન થઇ ગયા હતા જો કે , થોડીવારમા તે ફરી ભાનમા આવી સ્વસ્થ થઇ ગયા હતા.

Advertisement

એસ. આર. ની કામગીરી કરતા શિક્ષક BLO ના આપઘાત અંગે NSUIદ્વારા મુખ્યમંત્રીને આક્રોશપૂર્ણ રજૂઆત કરવામા આવી હતી અને જણાવ્યુ હતુ કે , હાલમાં ચાલી રહેલી SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) અને BLO (બૂથ લેવલ ઓફિસર)ની ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય બોજ અને માનસિક તણાવને કારણે કોડીનારના પ્રાથમિક શિક્ષક અરવિંદભાઈ મૂળજીભાઈ વાઢેર ના આપઘાતની ઘટનાએ રાજ્યની ભાજપ સરકારના શાસનમાં શિક્ષણ અને શિક્ષકો પ્રત્યેની નીતિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

એન. એસ. યુ. આઇ. દ્વારા જણાવાયુ છે કે , BLO SIR ની કામગીરીના તણાવમાં પોતાનો જીવ ગુમાવનાર શિક્ષક સ્વ. અરવિંદભાઈ વાઢેરના શોકગ્રસ્ત પરિવારને તાત્કાલિક રૂૂપિયા એક કરોડની આર્થિક સહાય આપવામાં આવે. શાળાઓમાં શિક્ષણ કાર્ય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન ખોરવાય તે માટે ગુજરાત રાજ્યના તમામ શિક્ષકોને ઇકઘ/જઈંછની બિન-શૈક્ષણિક કામગીરીમાંથી કાયમી ધોરણે મુક્ત કરી આ કામગીરી માટે અન્ય સરકારી કેડરના કર્મચારીઓને નિયુક્ત કરવામાં આવે. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓના ભાવિના ઘડતર ઉપર ધ્યાન આપી શકે.
શિક્ષક પર કામગીરીનું દબાણ લાવનાર અને આ દુ:ખદ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય તપાસ કરી કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામા આવી છે. જો સરકાર તાત્કાલિક આ સંવેદનહીન નીતિમાં ફેરફાર નહીં કરે અને શિક્ષકના પરિવારને ન્યાય નહીં આપે તો NSUIવિદ્યાર્થીઓના હિતમાં રાજ્યભરમાં આક્રમક આંદોલન શરૂૂ કરશે તેમ જણાવાયુ છે.

Tags :
gujaratgujarat newsNSUIrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement