પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના નિયમ સામે NSUIનો વિરોધ
ભારત સરકારની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનો લાભ મેળવી અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ ગુજરાતની અલગ અલગ કોલેજો અને યુનિવર્સિટીઓમાં લાભ મેળવી અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ તાજેતરમાં જ સમાજ કલ્યાણ કચેરી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે કે ભારત સરકારની પોસ્ટમેટ્રિક શિષ્યવૃત્તિ માટે કોલેજ યુનિવર્સિટીનું નેક ઍક્રેડિટેશન ફરજિયાત હશે અને તેવી જ સ્વનિર્ભર કોલેજોમાં કે યુનિવર્સિટીઓમાં જેનો પ્રવેશ હશે તેમને જ સ્કોલરશીપનો લાભ મળશે એવી વાત જણાવેલ છે.
આ બાબતે સવાલ સરકારના શિક્ષણ વિભાગને છે કે યુનિવર્સિટી દ્વારા આવી કોલેજોને કે જેની પાસે નેક એક્રેડીટેશન નથી તેવી કોલેજોને માન્યતા જ શા માટે આપવી જોઈએ??? હવે વિદ્યાર્થી કોઈપણ સેલ્ફાઈનલ કોલેજમાં પ્રવેશ મેળવે એની ગુણવત્તા અને માન્યતા ચકાસવાની જવાબદારી સરકારના શિક્ષણ વિભાગની અને જે તે યુનિવર્સિટીઓનો છે, નહીં કે વિદ્યાર્થીઓની અને આવા કારણોસર કોઈપણ વિદ્યાર્થીને સ્કોલરશીપના લાભથી વંચિત રાખી શકાય નહીં અને એમનો અધિકાર છીનવી શકાય નહીં અમારી આ બાબતે સ્પષ્ટ માંગ છે કે આ તો આડકતરી રીતે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરવાનો કારસો અને સુનિયોજિત ષડયંત્રનો જ એક ભાગ હોય એવું જણાય છે!!! આ બાબત કોઈ પણ ભોગે ચલાવી શકાય નહીં, જે બાબતે શિક્ષણ વિભાગ આવા તુગલઘી નિર્ણય દૂર કરે એવી સ્પષ્ટ માગણી છે.
આગામી સમયમાં આ નિર્ણય તાત્કાલિક અસરથી દૂર કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ જિલ્લા મથકો પર વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને ગુજરાતNSUI દ્વારા એક ગાંધી ચીંધયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની વર્તમાન યુવા વિરોધી સરકાર ગંભીર નોંધ લે. તેવી ચીમકી સમાજ કલ્યાણ વિભાગને આપેલ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.