પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવા NSUI દ્વારા કુલપતિ ચેમ્બરનો ફરીથી ઘેરાવ
વહેલીતકે પરીક્ષા યોજવા માંગ: ઓફિસમાં જ રામધૂન-સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન
છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિધાર્થીઓના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાય ગયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ તમામ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે. ગુજરાત રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં જો પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા લેવામાં આવતી હોય અને ખાસ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા પણ હાલમાં જ પીએચડી એન્ટ્રેસ પરીક્ષા આપીને પીએચડીમાં એડમિશન લીધેલ હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શા કારણોસર પીએચડીની એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી? જે ખૂબ મોટો સવાલ છે આ નિર્ણયથી હજારો વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે માટે અમારી ખાસ માંગણી છે કે આ વર્ષે તાત્કાલિક ધોરણે પીએચડી એન્ટ્રેસ પરીક્ષા ફરી શરૂૂ કરવામાં આવે. જેથી સૌરાષ્ટ્રભરના હજારો વિધાર્થીઓને તેનો લાભ મળે અને તેઓને આ મુશ્કેલીમાંથી રાહત મળે.
ઉપરોક્ત વિષય અન્વયે કુલપતિને બે વખત રૂૂબરૂૂ મળી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક દોઢ મહિનામાં વિધાર્થી હિતનો એક પણ કાર્યક્રમ કરવામાં કુલપતિને કોઈ રસ જ્યારે જ્યારે માત્ર ને માત્ર આરએસએસ અને ભાજપને કઈ રીતના ફાયદો થાય તે માટેના કાર્યક્રમો અવારનવાર કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી અને અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવવાનું કામ એ આ કુલપતિ કરી રહ્યા છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં નરેન્દ્ર સોલંકી, વૈશાલીબેન શિંદે (પ્રમુખ), હિરલબા રાઠોડ, ગૌરવ ખિમસુરીયા, મહિપાલ ચૌહાણ, જયદિપ મિયાત્રા, મયુરી પુરોહિત, વિશાલ રાઠોડ, મકવાણ રોહીત, મકવાણા રવી, પ્રશાંત મકવાણા, ધુ્રવીલ રાઠોડ, રીતેશ રબારી ખુશાલ ચૌહાણ, ચાવડા સોહમ, જાડેજા સંદિપસિંહ, ઝહીર ખત્રી, મયુર ખોખર, રિતેશ રબારી, જીવણ પટેલ વગેરે જોડાયા હતા.