ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હવે મોટા અવાજે રિક્ષામાં ટેપ વગાડનારની ખેર નથી, ચાલક સામે ગુનો નોંધાયો

05:01 PM Jul 24, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ખાસ કીટ વડે અવાજનું પ્રમાણ માપ્યા બાદ પોલીસે કરેલી કાર્યવાહી

Advertisement

રાજકોટમાં હવે શહેરમાં મોટા અવાજે રીક્ષામાં ટેવ વગાડતા રીક્ષા ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. ગઈકાલે રાત્રે ભક્તિનગર પોલીસે રીક્ષામાં મોટા અવાજે ગીતો વગાડતા રીક્ષા ચાલક સામે ગુનો નોંધી જોર જોર અવાજથી મોટી સાઉન્ડ સીસ્ટમમાં મ્યુઝીક વગાડીને જાહેરનામાના ભંગ બદલ પોલીસે ખાસ કીટ મારફતે અવાજનું પ્રમાણ માપ્યા બાદ કાર્યવાહી કરી હતી. રાજકોટમાં રીક્ષા ચાલકો મોટા અવાજે મ્યુઝીક વગાડતાં હોય જેના કારણે અકસ્માતના બનાવો પણ બને છે ત્યારે પોલીસે હવે આ અંગે કાર્યવાહી શરૂ કરી છે.

ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા અને તેમની ટીમ ગઈકાલે જાગરણ હોવાથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગમાં હતા ત્યારે પોલીસ સ્ટેશન નજીક સરદાર વલ્લભભાઈ પટેલ સ્વીમીંગપુલ પાસે હુડકો ચોકડી તરફથી આવતી એક રીક્ષામાં જોર જોરથી મોટા અવાજે સાઉન્ડસીસ્ટમમાં ટેપ વાગતું હોય જેથી આ રીક્ષા નં.જીજે.3 એયુ. 3397ને અટકાવી હતી. પોલીસે રીક્ષામાં વાગતા સાઉન્ડ સીસ્ટમની ધ્વજનીની માત્રા ખાસ કીટ મારફતે માપી હતી.

જેમાં સાઉન્ડ લેવલ 91.9 જણાઈ આવ્યું હતું. પોલીસ કમિશ્નર દ્વારા ધ્વજની પ્રદુષણ અંગેના જાહેરનામાનો આ રીક્ષા ચાલકે ભંગ કર્યો હોય ભક્તિનગર પોલીસે રીક્ષા ચાલક અંકુર સોસાયટી જંગલેશ્ર્વરમાં રહેતા સાહીલ ઈકબાલ રાઠોડની ધરપકડ કરી રીક્ષામાંથી સાઉન્ડ સીસ્ટમ કબજે કરી હતી.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrixa
Advertisement
Advertisement