For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે આગ લાગશે તે એકમનું અનધિકૃત બાંધકામ તોડી પડાશે

05:48 PM Sep 28, 2024 IST | Bhumika
હવે આગ લાગશે તે એકમનું અનધિકૃત બાંધકામ તોડી પડાશે
Advertisement

બીયુ સર્ટિ.તેમજ બાંધકામ પ્લાન અને ફાયર એનઓસી સહિતની ચકાસણી હાથ ધરાશે

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ સરકાર દ્વારા નવો એસઓપી તૈયાર કરી બીયુ સર્ટી તથા ફાયર એનઓસી અને અનઅધિકૃત બાંધકામ અંગે નવા નિયમો જાહેર કર્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાએ હવે આગની દૂર્ઘટના સર્જાય ત્યારે આ એકમ દ્વારા પ્લાન મંજુર થયા બાદ અનઅધિકૃત બાંધકામ કરેલ હશે તો તે તોડી પાડવામાં આવશે. તેમજ આગની દૂર્ધટના બાદ આ એકમની ફાયર એનઓસી તેમજ બાંધકામના હેતુ માટે લેવામાં આવેલ બીયુ સર્ટી છે કે નહીં તે સહિતની ચકાસણી કરવાની સુચના આપવામાઁ આવી છે.

Advertisement

મનપાના ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગમાંથઈ પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોઈ પણ એકમનું બાંધકામ કરવામાં આવે ત્યારે તેના માટે ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી પ્લાન મંજુર કરાવી કામ ચાલુ કરાવવામાં આવતું હોય છે. પંરુત અનેક કિસ્સાઓમાં બાંધકામ પુર્ણ થયા બાદ એનઓસી લીધા પછી વધારાના બાંધકામો ખડકી દેવાતા હોય છે. વેરા વિભાગ દ્વારા આ પ્રકારના વધારાના બાંધકામનો કાર્પેટ એરિયા આધારિત વેરો લેવામાં આવી રહ્યો છે. પરંતુ વધારાના બાંધકામો જીડીસીઆરના નિયમો વિરુદ્ધ તેમજ ફાયરના નિયમો સાથે વિસંગતતા ધરાવતા હોય તેવા બનતા હોય છે. જ્યાં આગની દૂર્ધટના સર્જાય ત્યારે મોટી જાનહાની અથવા જાનમાલની નુક્શાની થવાનો ભય જડુમતો રહે છે. છતાં ટાઉન પ્લાનીંગ વિભાગ પાસે જાણકારી ન હોવાથી આ પ્રકારના બાંધકામો સતત વધી રહ્યા છે. પરંતુ હવે સરકારના નવા એસઓપી બાદ ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગે નવા નિયમની અમલવારી શરૂ કરી છે.

જેના લીધે હવે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા કોઈ પણ એકમમાં આગની દુર્ઘટના સર્જાય ત્યારે ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવા સહિતની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ એકમનું અન અધિકૃત બાંધ કામ કેટલું છે તેની ચકાસણી ટાઉન પ્લાનીંગ વિભાગ પાસે કરાવવામાં આવશે. તેવી જ રીતે આ બાંધકામનો પ્લાન અને પ્લાન મુજબનું બાંધકામ થયું છે. કે કેમ તેમજ તે સિવાયનું વધારાનું બાંધકામ કેટલું કરવામાં આવ્યું અને આ બાંધકામ માટે બીયુ સર્ટી મેળવેલ છે અને ફાયર એનઓસી મેળવી લીધેલ છે કે નહીં તે સહિતની તપાસ કરવામાં આવશે.

આગની દુર્ઘટના બાદ ફાયર વિભાગ અને ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા દૂર્ઘટના ગ્રસ્ત ઈમારત અને એકમની સંપૂર્ણ તપાસ કરી ટાઉન પ્લાનીંગ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જેમાં બાંધકામ પ્લાન સિવાય વધારાનું અનઅધિકૃત બાંધકામ દર્શાવવામાં આવેલ હશે તો આ બાંધકામ તોડીપાડવામાં આવશે.

તેવી જ રીતે ફાયર એનઓસી વગર બાંધકામમાં રહેણાક અથવા કોમર્શીયલ હેતુસર કામ થતું હશે તો ફાયરના નિયમો અંતર્ગત નોટીસ આપી કાર્યવાહી હાથ ધરાશે. જ્યારે આ બાંધકામ ક્યા હેતુ માટે કરવામાં આવ્યું છે. તે અંગેનું પ્રમાણપત્ર એટલે કે, બીયુ સર્ટી નહીં હોય અને રહેણાકના હેતુમાં થયેલ બાંધકામમાં કોમર્શીયલ પ્રવૃતિ થતી હશે તો આ બાંધકામ સીલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ડોમ વાળા એકમોને ફાયર એનઓસી નહીં મળે

શહેરમાં કોઈ પણ ઈમારત શાળા, કોલેજ સહિતના એકમો દ્વારા ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવે ત્યારે આ એકમમાં જરૂરી ફાયર સેફ્ટીના સાધનો લગાવી તેનું વીડિયો શુટીંગ કર્યા બાદ ફાયર એનઓસી ફાળવવામાં આવી રહી છે. પરંતુ હવે કોઈ પણ એકમ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો નિયમ મુજબ વસાવ્યા બાદ ફાયર એનઓસી માટે અરજી કરવામાં આવસે ત્યારે સ્થળ તપાસ દરમિયાન આ ઈમારત ઉપર ગેરકાયદેસર ડોમ હશે તો કમ્પલીટ ડોક્યુમેન્ટ હોવા છતાં પણ આ એકમને ફાયર એનઓસી મળશે નહીં તેમ ફાયર વિભાગમાંથી જાણવા મળેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement