હવે મહાનગરપાલિકા વાહનોનો દંડ વસૂલશે
પીયુસી, વીમો અને પરમીટ નહીં હોય તો ઘરે ઈ-મેમો આવી જશે: અમદાવાદથી થશે પ્રારંભ
ગુજરાતમાં અમદાવાદથી સીસીટીવી કેમેરા મારફત મહાનગરપાલિકા દ્વારા પીયુસીના ઈ-મેમો આપવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સ્માર્ટ સિટી હેઠળ 110 જંક્શન પરના સીસીટીવી કેમેરાને આધારે મ્યુનિ. હવે પીયુસી, વાહનનો વીમો, પરમિટ નહીં હોય તો પણ ઈ-ચલણ મોકલશે. દંડની રકમ કેટલી હશે તે હજુ નક્કી નથી. ટ્રાફિક પોલીસ સીસીટીવી પરથી 16 ગુનાના ભંગ માટે ચલણ મોકલે છે. પરંતુ ઉપરોક્ત 3 બાબતનો તેમાં સમાવેશ નથી.
જો કે, મોટાભાગના ટુવ્હીલર કે કાર પાસે પીયુસી હોતું નથી. કોર્પોરેશને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આરટીઓ પાસે ડેટા માગ્યો છે. આનો અર્થ એ થયો કે, એક ક્લિકથી જ કયા વાહન પાસે વીમો, પીયુસી કે પરમિટ નથી તે જાણી શકાશે. વધુમાં જે વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો સતત ભંગ કરતા હોય તેમનો પણ રેકોર્ડ બનાવાશે. ડેટા આવે પછી ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરી આ મેમો પણ નવી સિસ્ટમ હેઠળ આવરી લેવાશે.
અમદાવાદ શહેરના કુલ 110 જંકશન પર સીસીટીવીમાંથી પીયુસી, વાહન ટેક્સ, વીમો અને પરમિટ ન હોય તો વાહનચાલકના ઘરે ઈ-ચલણ આવી જશે.
ટ્રાફિક પોલીસ હાલ કારમાં કાળા કાચ હોય અથવા ડાર્ક ફિલ્મ લગાડેલી હશે ડ્રાઈવિંગ કરતી લખતે મોબાઈલ પર વાત કરતા હોય, વાહનમાં એચએસઆરપી સિવાયની નંબર પ્લેટ હોય, ટુવ્હીલર પર બે થી વધુ લોકો બેઠા હોય વાહન ઓવરસ્પીડમાં હોય વાહન આડેધડ કે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કર્યું કારચાલકે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય ટુવ્હીલર ચાલકે હેલ્મેટ ન પહેર્યું હોય રોંગ સાઈડમાં વાહન આવતું હોય ટ્રાફિક સિગ્નલ તોડ્યું હોય સ્ટોપલાઈનનું ઓવર સ્ટેપિંગ ભારે વાહન પ્રતિબંધિત નિયમનો ભંગ કરે લેનનો નિયમ તોડે કે લેફ્ટ સાઈડ બ્લોક કરાઈ હોય રેડ લાઈટ જમ્પ રિક્ષામાં નિયમથી વધુ પેસેન્જર ભર્યા હોય રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેસાડ્યા હોય બીઆરટીએસ કોરિડોરમાં વાહન ચલાવું.
વિગેરે ગુનાઓ સબબ ઈ-ચલણ આપે છે.આ પ્રોજેક્ટ એક નવા પ્રકારનો પ્રયોગ હશે છેલ્લા કેટલાક મહિનાથી આ માટે કામગીરી ચાલી રહી છે. આરટીઓ તરફથી ડેટા મળી જાય પછી સિસ્ટમ કાર્યરત થશે.