હવે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સામે ‘આપ’ના પૂર્વ પ્રમુખે ભ્રષ્ટાચારની તોપ ફોડી
ધારાસભ્ય પોતાના પેટ માટે રાજકારણી કરતા હોવાનો આરોપ
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, બોટાદ નગરપાલિકાના સદસ્યના પતિ કાળુ રાઠોડે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા ચર્ચાનો વિષય બન્યો છે. MLA ઉમેશ મકવાણા ઉપર કાળુ રાઠોડે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી જણાવ્યું કે, આકસ્મિક રીતે ખકઅ બન્યા અને હવે ભ્રષ્ટાચાર કરે છે અને ધારાસભ્ય તમામ અધિકારીઓ પાસેથી હપ્તા લેતા હોવાના આક્ષેપો કર્યા છે, કાળુ રાઠોડનું વધુમાં કહેવું છે કે, ધારાસભ્યએ એક પણ કામ કર્યુ નથી અને ખોટી વાહવાહી કરી છે, રૂૂ.12 કરોડના ખર્ચે રોડ રસ્તા સહિત કામોની વાત ખોટી છે અને પાલિકાના ચીફ ઓફિસરને પણ બદનામ કરવા કાવતરુ રચ્યું હતું.
બોટાદ ભાજપના નગરપાલિકાના સદસ્યના પતિએ ધારાસભ્ય ઉપર ગંભીર આક્ષેપો કરી વીડિયો વાયરલ કર્યો છેા કાળુભાઈ રાઠોડ નગરપાલિકા ભાજપના મહિલા સદસ્યના પતિ છે અને આપ પાર્ટીના પૂર્વ પ્રમુખ હતા, તેમણે વીડિયો વાયરલ કરીને કહ્યું કે, ધારાસભ્ય ઉમેશ મકવાણા પોતાના પેટ માટે રાજકારણ કરી રહ્યાં છે.
ધારાસભ્યએ ચિફ ઓફિસર ને અપમાનીત કરીને મારવા માટેનું ષડયંત્ર ગોઠવ્યું હતું અને ધારાસભ્ય તમામ અધિકારીઓ પાસેથી હપ્તા લેતા હોવાના આક્ષેપ કર્યા છે.ધારાસભ્યએ બોટાદમાં એકપણ ગ્રાન્ટ લાવી શક્યા નથી અને ગામડાઓમાં ગ્રાન્ટ ફાળવી હતી તે રદ કરાવી છે.
આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટીકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતાં.
ધારાસભ્ય બન્યા બાદ ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી લોકસભાના ઉમેદવાર બનાવ્યા હતાં. જેમાં તેમનો પરાજય થયો હતો. થોડા સમય પહેલા મકવાણાએ ‘આપ’ના તમામ હોદા પરથી રાજીનામુ આપ્યુ હતું. જયારે ‘આપ’ તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.