For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે સિવિલના ધોબીની કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદ

03:47 PM Jul 24, 2025 IST | Bhumika
હવે સિવિલના ધોબીની કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદ

કોન્ટ્રાક્ટરે 30 લાખ નહીં ચૂકવી પોલીસ કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપ્યાનો આરોપ

Advertisement

સૌરાષ્ટ્ર સૌથી મોટી ગણાતી રાજકોટની પીડીયુ સરકારી હોસ્પિટલમાં છેલ્લા સમયથી કપડાનો વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ કપડા વોશીંગનો કોન્ટ્રાક્ર ધરાવતી કંપનીના કોન્ટ્રાક્ટરે ધોબી વિરૂદ્ધ કપડા અને કાર લઇ ગાયબ થઇ ગયા અંગેની પોલીસ કમિશનરને અરજી કરી હતી. ત્યારે હવે ધોબીએ પણ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ રૂા.30 લાખ નહીં ચૂકવી પોલીસ કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપ્યાની પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ કરવામાં આવી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયાગામે શિવાંશ એપાર્ટમેન્ટમાં રહેતા અને લોન્ડ્રીનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા નિમેશ જીતેન્દ્રભાઇ ત્રિવેદીએ અમદાવાદની સાહસ સોલ્યુન્સ નામની કંપનીના કોન્ટ્રાક્ટર સંદીપ અંનતરાય ત્રિવેદી વિરૂદ્ધ પોલીસ કમિશનરને અરજી કરી છે. જેમાં જણાવ્યા મુજબ આરોપી સંદીપ ત્રિવેદીની સાહસસોલ્યુન્સ પેઢીને પીડીયુ સિવિલ હોસ્પિટલમાં 12-9-2024થી લોન્ટ્રીડો કોન્ટ્રાક્ટ આપેલો હોય તેમાં તેઓને પેટા કોન્ટ્રાક્ટર આપેલો હોય દરમિયાન આ કોન્ટ્રાક્ટ તા.20-6-25ના પૂર્ણ થઇ ગયેલો હોય જે કોન્ટ્રાક્ટ પેટે ફરિયાદીને રૂા.30 લાખ આરોપી પાસેથી લેવાના નિકળતા હોય જે પૈકી આરોપીએ રૂા.8 લાખનો ચેક આપેલો હતો અને બાકીની રકમ થોડા સમયમાં ચૂકવી આપશે તેવો વિશ્ર્વાસ આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક બેંકમાં જમા કરાવતા સ્ટોપ પેમેન્ટના શેરા સાથે પરત થયો હતો. આ બાબતે આરોપીની વાત કરતા તેને ઉશ્કેરાઇ જઇ‘આ ચેક મે જાણી જોઇને સ્ટોપ પેમેન્ટ કરાવેલો છે, માટે તેમને કોઇ પૈસા દેવાના નથી તમારે જે કરવુ હોય તે કરી લેજો ફરિયાદ કરવી ત્યા કરી લેજો તેમ કહી ઉધેતાઇ ભર્યુ વર્તન કર્યુ હતુ.’

બાદમાં તેઓએ આરોપીના મેનેજર ઉત્સવ પંડયાને લેણી રકમ ચૂકવવા જણાવતા તેણે પણ હાથ ઉચા કરી લીધા હતા અને આમા કઇ લેવા દેવાના હોય તમારે સાહેબ સાથે વાત કરી લેજો તેમ જણાવ્યું હતુુ. બાદમાં ફરિયાદી આરોપીની ઓફિસે રૂબરૂ મળવા જતા ત્યા પણ આરોપીએ પોલીસના ખોટા કેસમાં ફીટ કરાવી દઇશ હવે અહીં આવવું નહીં તેમ કહી માથાકૂટ કરી હતી અને હવે જો ઉઘરાણી કરવા ફોન કર્યોતો સારાવાટ નહીં રહે તેમ કહી ધમકી આપી હતી.

આમ આરોપીએ ફરિયાદીના નાણા ન ચૂકવી તેમની સાથે છેતરપિંડી અને વિશ્ર્વાઘાત કર્યો હોય આ અંગે પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ કરી આરોપી સામે કાયેદેસરકની કાર્યવાહી કરવા અને તેમની બાકી નીકળતી લેણી રકમ આરોપી પાસે કઢવી આપવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત પેટા કોન્ટ્રાકટર નીમેશ ત્રિવેદીએ સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષકને પણ લેખીત રજૂઆત કરી તેમને જૂન મહિનાનો પગાર ચૂકવાયો ન હોવાથી કોન્ટ્રાક્ટરને બિલનુ ચૂકવણુ કરતા પહેલા સ્ટાફનો પૂરો પગાર ચૂકવા બાદ જ કોન્ટ્રાક્ટરને બીલ ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી.

કોન્ટ્રાક્ટર-પેટાકોન્ટ્રાક્ટરના ડખ્ખામાં સિવિલના કપડાં ટલ્લે ચડ્યા
સિવિલ હોસ્પિટલમાં કપડા વોશીંગ કરવાના કોન્ટ્રાક્ટર-પેટાકોન્ટ્રાક્ટરના ડખ્ખામાં સિવિલના તબીબો અને દર્દીઓ સહિતના કપડા ટલ્લે ચડયા છે. ઘણા સમયથી આ ડખ્ખો ચાલતો હોવા છતાં સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઉદાશીન વલણ દાખવવામાં આવતુ હોવાનુ સામે આવ્યું છે.કોન્ટ્રાક્ટર અને પેટા કોન્ટ્રાક્ટર સામ સામી ફરિયાદી કરી રહ્યા છે. જોકે, બંનેના ડખ્ખામાં સિવિલના કપડા ટલ્લે ચડવા પ્રશ્ર્ને સિવિલ તંત્ર દ્વારા કોઇ ફરિયાદ નોંધવવામાં આવી નથી. અંદાજે લાખોની રકમના કપડા ધોબી લઇ ગયો હોવા છતાં હજૂ સુધી કેટલાક કપડા ગાયબ થયા તે અંગે સિવિલ તંત્ર અજાણ હોવાનુ અને ગણતરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સિવિલ સર્જન ડો.મોનાલી માંકડીયા સાથે વાત કરતાહ તેમણે જણાવ્યુ હતુ કે,આ ડખ્ખો કોન્ટ્રાક્ટર-પેટાકોન્ટ્રાક્ટર વચ્ચેનો છે. અમે કોન્ટ્રક્ટરને નોટીસ પાઠવી છે. જેનો જવાબ હજૂ આવ્યો નથી. જોકે કપડા સલવાયા હોય જે મુદે અમે હાઇઓર્થોરીટીનુ માર્ગદર્શન મેળવીશુ ત્યાર બાદ પગલા લેશુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement