હવે ધારાસભ્યો-સાંસદો પાલિકાના ઇ-સંકલન પોર્ટલ પર કરી શકશે ફરિયાદો
સંબંધિત શાખા અધિકારી દ્વારા પ્રશ્ર્નના પ્રત્યુત્તર અપલોડ કર્યા સાથે જ MP-MLAને મેસેજ દ્વારા મળશે જાણકારી: મ્યુનિ.કમિશનરની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઇ
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યઓની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં તા.24-08-2025ના રોજ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રાજકોટ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓ ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્નો/રજુઆતોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનરએ સુચના આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યઓ માટે ઓનલાઇન પોર્ટલ/ડેશબોર્ડ બનાવ્યું છે, જેમાં તમામ કોઈપણ સ્થળે બેઠા-બેઠા રાજકોટ મહાનગરપાલિકા લગત ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત કરી શકે છે. સાથોસાથ લગત ફોટો પણ અપલોડ કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેથી સાંસદ સભ્ય અને ધારાસભ્યઓને યોગ્ય જાણકારી મળી રહે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોર્ટલ/ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે જેના થકી કરવામાં આવેલ ફરિયાદ/પ્રશ્ન/રજૂઆતનું મોનિટરિંગ કરી શકાશે અને તેના નિરાકરણ અંગે સ્ટેટસ પણ જાણી શકાશે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા બનાવવામાં આવેલ ઇ-સંકલન પોર્ટલમાં વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં MP-MLAઓ દ્વારા કરવામાં આવતી રજુઆતો અંગે સત્વરે સંબંધિત શાખા અધિકારીને મેસેજ દ્વારા જાણકરી મળે છે તેમજ અધિકારી દ્વારા લગત રજુઆતો/પ્રશ્નના પ્રત્યુત્તર અપલોડ કર્યાની સાથે જ સંબંધિત MP-MLAઓને મેસેજ દ્વારા જાણકારી પ્રાપ્ત થઇ શકે છે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા ટાઉન પ્લાનિંગ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા, બાંધકામ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, એકાઉન્ટ શાખા અને દબાણ હટાવ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
ધારાસભ્ય ડો દર્શિતાબેન શાહ દ્વારા વોટર વર્કસ શાખા, બાંધકામ શાખા, આરોગ્ય શાખા, ટ્રાફિક સર્કલ અને ફૂડ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, જેમાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક લગત જવાબ પોર્ટલમાં સબમિટ કરવામાં આવેલ.
ધારાસભ્યઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો/રજુઆતોનો સત્વરે યોગ્ય નિરાકરણ લાવવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યઓ ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ તેમજ તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.