For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડાયરાની બાકાજીકમાં હવે પોલીસ સ્ટેશનમાં મોરે મોરો, દેવાયત ખવડ-આયોજકોની સામ સામે ફરિયાદ દાખલ

04:40 PM Feb 28, 2025 IST | Bhumika
ડાયરાની બાકાજીકમાં હવે પોલીસ સ્ટેશનમાં મોરે મોરો  દેવાયત ખવડ આયોજકોની સામ સામે ફરિયાદ દાખલ

Advertisement

અમદાવાદમાં ડાયરાના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં જોવા મળ્યા. દેવાયત ખવડની કાર પર હુમલો કરવાની ઘટનામાં બંને પક્ષે સામસામે ફરીયાદ નોંધાઈ. દેવાયત ખવડના ડ્રાઈવરે ધાડની ફરિયાદ કરતાં કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ. જયારે સામેપક્ષે દેવાયતખવડ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. ચાંગોદર પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ શરૂૂ કરી.

શહેરમાં થોડા દિવસ પહેલાં ચાંગોદર વિસ્તારમાં ડાયરાના લોકપ્રિય કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલો કરાયો હતો.અજાણ્યા શખ્સો કારના કાચ તોડી વાહન લઈ ફરાર થઈ ગયા. કલાકારની કાર પરના હુમલાની ઘટના સામે આવતા પોલીસ એકશનમાં આવી હતી. ત્યારે હવે આજે દેવાયત ખવડની કાર માં તોડફોડ કરી કાર લઈ જવા મામલે નવો વળાંક આવ્યો. પ્રાપ્ત માહિતી મુજબ આજે દેવાયત ખવડ કેસમાં સામસામે FIR નોંધવામાં આવી.દેવાયત ખવડની કાર પરના હુમલાની ઘટનામાં ફરિયાદ અને આરોપી સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસ માટે આ કેસ વધુ ગૂંચવડારૂૂપ બન્યો. હુમલાની ઘટનામાં દેવાયત ખવડ કારમાં હતા કે નહીં તેની વિગતો સામે આવી નથી.

Advertisement

દેવાયત ખવડના ડ્રાઈવરે કુલ 8 લોકો સામે ધાડની ફરિયાદ નોંધાવી.દેવાયતના ડ્રાઈવરે આરોપ લગાવ્યો છે કે અજાણ્યા શખ્સો અચાનક ધસી આવ્યા અને 5 લાખ રૂૂપિયા પડાવી લઈ કાર લઈ ફરાર થઈ ગયા. કાર પર હુમલાની ઘટનામાં ભગવતસિંહ, રામ ભા સામે ફરિયાદ નોંધાવી. જ્યારે સામે પક્ષે ભગવતસિંહે પણ દેવાયત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. ભગવતસિંહે દેવાયત પર આરોપ લગાવ્યો કે કલાકારે ડાયરા પેટે 8 લાખ એડવાન્સ લીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement