હવે ફરી ડરાવી રહ્યો છે Corona!!!! અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત, રાજ્યમાં એક્ટિવ કેસ 320
રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320ને પાર થઈ ગયો છે. આ વચ્ચે અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત થયું છે. L.G. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 46 વર્ષીય મહિલાનું મોત થયું છે. 23 મેના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. મહિલાને હાઇપર ટેન્શન અને બીપી જેવી બીમારી હતી.
રાજકોટમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. રાજકોટમાં આજે વધુ 7 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં 4 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આજે વધુ 2 દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 44 થઈ છે.
સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320ને પાર થઈ ગયો છે. 320 એક્ટિવ કેસમાંથી 163 માત્ર અમદાવાદના કેસો છે.