કુખ્યાત પેડલર માતા-પુત્ર મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયા
- રાજકોટ- મોરબી હાઇવે પર એસઓજીએ રિક્ષા અટકાવી ચેકિંગ કરતા 6.46 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું: બે સાગરીતો પણ સકંજામાં
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરૂૂધ્ધ કાયેવાહી કરવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સુચના આપી હોઈ તે અંતર્ગત એસ. ઓ.જી પોલીસની ટીમે રાજકોટમાં રાજકોટ મોરબી હાઇવે પર બેડી ગામે નામચીન પેડલર અને તેમના સાગરીતોને 6.46 ગ્રામ રૂૂ.64,600નું મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા.
વધુ વિગતો અનુસાર,રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ જે.એમ.કૈલાની રાહબરીમાં પીએસઆઈ એમ. બી. માજીરાણા, એએસ આઈ ધર્મેશભાઈ ખેર, હાર્દિકસિંહ પરમાર,અરુણભાઈ બાંભણીયા અને દિગ્વિજયસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર નીકળેલી શંકાસ્પદ રીક્ષા અટકાવતા તેમાંથી રાજકોટની કુખ્યાત મહિલા ડ્રગ પેડલર સુધા સુનિલભાઈ ધામેલીયા(રહે.રૈયાધાર 12 માળિયા કવાર્ટર) તેમના સાગરીતોમાં તેમનો પુત્ર મયુર સુનીલભાઇ ધામેલીયા (રહે રૈયાધાર 12 માળીયા ક્વાર્ટર, ક્વાર્ટર નં 510 એ બિલ્ડીંગ), સચીન પ્રવિણભાઇ વોરા(રહે.રૈયાધાર મફતીયા પરા દશામાંના મંદીર પાછળ રાધીકા પાનની સામેં) અને ધર્મેશભાઇ પરેશભાઇ ડાભી(રહે.રૈયા)ને અટકાવી અંગ ઝડતી લેતા તેઓની પાસેથી રૂૂ.64,600નું 6.46 ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું.તેઓની તુરંત ધરપકડ કરી પોલીસ મથકે લઈ જઈ તેઓની સઘન પૂછપરછ કરી અને તપાસ કુવાડવા પોલીસને સોંપવામાં આવતા પીએસઆઈ બી.વી.ભાગોરાએ વધુ તપાસ શરૂૂ કરી છે.આ મેફેડ્રોનનો જથ્થો ક્યાંથી આવ્યો? તેમજ કોને આપવાનો હતો તે હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે,આરોપી સુધા ધામેલીયા રાજકોટની નામચીન મહિલા ડ્રગ પેડલર છે. અગાઉ તે એક વખત પાસા હેઠળ પણ જેલવાસ ભોગવી ચુકી છે.તદુપરાંત રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન તેમજ એનડીપીએસના કેસમાં પણ પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે.થોડા સમય અગાઉ સુધા એ રાજકોટના એક યુવાનને ડ્રગ વેચવા દબાણ કર્યું હતું અને વેચાણ નહિ કરતો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જેથી યુવાને આત્મહત્યા કરી લેતા યુનિવર્સીટી પોલીસે યુવાનને મરવા મજબુર કરવા ગુનામાં પણ સુધા ધામેલીયા સામે આપઘાતની ફરજનો ગુનો પણ નોંધ્યો હતો.
અગાઉ સુધા વિરુદ્ધ પોલીસમાં 6 ગુના નોંધાઇ ચૂક્યા છે
અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરની માતાએ સુધા ધામેલીયાનું નામ મુખ્ય ડ્રગ્સ પેડલર તરીકે આપ્યું હતું.આ સાથે સુધા ધામેલીયા વિરૂૂદ્ધ અગાઉ પ્રદ્યુમનનગર પોલીસમાં રાયોટિંગ, યુનિવર્સિટીમાં જુગારનો અને બી-ડિવીઝનમાં ગઉઙજનો કેસ નોંધાયો હતો.તેમજ દારૂૂ અને મારામારી મળી કુલ છ ગુના નોંધાઇ ચૂક્યા છે.