સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર કુખ્યાત બુટલેગર ધીરેન કારિયા ઉજ્જૈનથી ઝડપાયો
અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. માહિતી મુજબ, મધ્યપ્રદેશના ઊજ્જૈનથી વોન્ટેડ બુટલેગર ધીરેન અમૃત કારિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીની કઈઇ ના એસ.પી. હિમકરસિંહની ટીમે મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને હંફાવતો આરોપી મધ્યપ્રદેશમાં હોવાની બાતમી મળતા કાર્યવાહી કરી ટીમે સૌરાષ્ટ્રના સૌથી મોટા દારૂૂના સપ્લાયર અને રાજ્યના 11 જિલ્લામાં પ્રોહિબિશનના કુલ 59 ગુનાઓમાં આરોપી અને 18 ગુનાઓમાં વોન્ટેડ એવા કુખ્યાત ધીરેન અમૃતલાલ કારિયાની ધરપકડ કરી છે. માહિતી મુજબ, બાતમીના આધારે અમરેલી પોલીસે કાર્યવાહી કરીને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી લિસ્ટેડ આરોપી ધીરેન કારિયાની ધરપકડ કરી છે.
ધીરેન મૂળ જુનાગઢ છે.પ્રાપ્ત અહેવાલ અનુસાર, આરોપી સામે રાજ્યના અમરેલી, ભાવનગર, જુનાગઢ, દ્વારકા, જામનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ અને નર્મદા જિલ્લામાં અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. અમરેલી એસ.પી. હિમકરસિંહે સમગ્ર ગુન્હાની વિગત આપી હતી. આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાના પત્ની ભાજપના નગરસેવિકા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પકડાયેલા બુટલેગરને આજે અમરેલી પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.