For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વેપારી પર બંદૂક તાકી ટ્રિગર દબાવી હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળી ઝડપાયો

06:54 PM Feb 02, 2024 IST | Bhumika
વેપારી પર બંદૂક તાકી ટ્રિગર દબાવી હત્યાનો પ્રયાસ કરનાર કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળી ઝડપાયો

અગાઉ હત્યા, દારૂના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો શખ્સ છ વખત પાસામાં જઇ આવ્યો છે

Advertisement

આજીડેમ ચોકડી પાસે રહેતાં ઇંડાના ધંધાર્થી યુવાન સામે બૂટલેગર અલ્તાફ ઉર્ફ છ આંગળીએ લોડેડ બંદૂક તાંકી દઇ ટ્રીગર દબાવી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ચકચાર જાગી છે. સદ્દનસિબે ગોળી જ ન છુટતાં આ યુવાન બચી ગયો હતો.યુવાનના નાના ભાઇએ આગલા દિવસે અલ્તાફને ઘરમાં જતાં રહેવાનું કહ્યું હોઇ જેના કારણે આ માથાકુટ થઇ હતી.

આ બનાવમાં આજીડેમ પોલીસે આરોપી અલ્તાફને ઝડપી લીધો હતો. વધુ વિગતો મુજબ,આજીડેમ ચોકડી નજીક અનમોલ પાર્ક-1માં રહેતાં તુર્કીબાપુની દરગાહ પાસે રહેતાં અને હોલસેલ ઇંડાનો વેપાર કરતાં ઉન્નત ઉર્ફ સની દિલાવરભાઇ ચૌહાણ (ઉ.વ.24)ની ફરિયાદ પરથી હત્યા અને દારૂૂ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા નામચીન બુટલેગરની છાપ ધરાવતાં અલ્તાફ ઉર્ફે છ આંગળી હનિફ ખેયમ વિરૂૂધ્ધ આઇપીસી 307, આર્મ્સ એક્ટની કમલ 25 (1-બી) (એ), 135 મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો.

Advertisement

અલ્તાફે ઉન્નત ઉર્ફ સની સામે લોડ કરેલી બંદૂક તાંકી ટ્રીગર દબાવી દીધુ હતું. પણ સદ્દનસિબે ગોળી છુટી નહોતી જેથી તે બચી ગયો હતો. પોલીસે અલ્તાફની શોધખોળ હાથ ધરી છે. આ બનાવમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.આર.પટેલ અને છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા અલ્તાફ ઉર્ફ છ આંગળીને બાતમીના આધારે મરસીડીઝ કાર સાથે કાલાવડ રોડ પરથી ધર્મરાજસિંહ રાણા અને સ્ટાફે ઝડપી લીધો હતો.આરોપી અલ્તાફ ઉર્ફે છ આંગળી વિરૂૂધ્ધ 2019ની સાલમાં થોરાળા વિસ્તારમાં ખૂનનો ગુનો નોંધાયો હતો.જેમાં તે બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યો હતો.આ સમય દરમિયાન અંગ્રેજી દારૂૂનું નેટવર્ક ચાલુ રાખ્યું હતું.અગાઉ 33 જેટલા ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ છ વખત પોતે પાસાંમાં પણ જઇ આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement