ફાયર NOC અને BU અંતર્ગત સતત ચોથા દિવસે વધુ 89 એકમોને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ વિસ્તારમાં ફાયર સેફટીની ચકાસણી કરવા કામગીરી માટે ફાયર સર્વિસીઝ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ સ્ટાફ દ્વારા તા.19-03-2025 ના રોજ રાજકોટ શહેરના વિવિધ વોર્ડ વિસ્તારમાં ફાયર એન.ઓ.સી. બાબતે કુલ 98 એકમોની ચકાસણી કરી હતી અને તેમાંથી કુલ 89 સંકુલોને અપૂર્તી ફાયર વ્યવસ્થા તથા ફાયર વ્યવસ્થાનો અભાવ હોય તેવા એકમોને ફાયર નોટીસ આપવામા આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ ટીમો દ્વારા તા.19-03-202 ના રોજ કુલ 98 એકમોની ચકાસણી કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના સ્ટાફ દ્વારા રેસીડેન્સીયલ બિલ્ડીગ, રેસીડેન્સીયલ સાથે કોમર્સીયલ બિલ્ડીગ હોય તેવી રાજકોટ શહેર વિસ્તારની કુલ 98 બિલ્ડીગની ફાયર ગઘઈ બાબત સ્થળ તપાસ કરી અને અપૂર્તી ફાયર વ્યવસ્થા તથા ફાયર વ્યવસ્થા વગર કાર્યરત 89 બિલ્ડીગોને નોટીસ આપવામાં આવેલ અને તપાસમા માત્ર 15 એકમમાં ગઘઈ ચાલુ જોવા મળેલ.
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ વિસ્તારમાં જઘઙ અન્વયે બી.યુ. તથા બિલ્ડીંગ પ્લાનની ચકાસણી કરવા ટાઉન પ્લાનિંગ શાખાના સ્ટાફને સ્થળ તપાસ માટે મોકલવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તારીખ:-20-03-2025ના રોજ કુલ-99 એકમોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી 97 એકમોને જઘઙ અન્વયે બી.યુ. તથા બિલ્ડીંગ પ્લાન રજૂ કરવા અંગે નોટિસ આપવામાં આવેલ હતી.