For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાશનકાર્ડ E-KYC નહીં કરાવતા 53 હજાર નાગરિકોને નોટિસ

03:56 PM Jul 24, 2025 IST | Bhumika
રાશનકાર્ડ e kyc નહીં કરાવતા 53 હજાર નાગરિકોને નોટિસ

Advertisement

રાજકોટ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ રાશનકાર્ડના ઈકેવાયસી નહીં કરાવતા પૂરવઠા તંત્ર દ્વારા 53 હજાર નાગરિકોને ઈકેવાયસી માટે નોટીસો પાઠવવામાં આવી છે.

કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ, રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીફરજિયાત કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 37 લાખથી વધુ રેશનકાર્ડ મેમ્બર હોવા છતાં, હજુ પણ મોટી સંખ્યામાં લોકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી નથી.

Advertisement

પુરવઠા વિભાગ દ્વારા આવા 53 હજારથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જેમણે છેલ્લા છ મહિનાથી રાશન લીધું નથી અથવા જેમણે હજુ સુધી ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. પુરવઠા વિભાગે આ તમામ રેશનકાર્ડ ધારકોને વહેલી તકે ઈ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.તમામ NFSA રેશનકાર્ડ કાર્ડ ધારકોને તાત્કાલિક ઈ-કેવાયકામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અને જો આગામી દિવસમાં ઈ-કેવાય નહીં કરવામાં આવે તો તેમના સામે કાર્યવાહી પણ કરવાના આવશે.

ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા લાંબા સમયથી ઈકેવાયસી માટે લોકજાગૃતિ ઝુંબેશ ચલાવાઈ રહી છે. આમ છતાં હજુ અસંખ્ય લોકોએ ઈકેવાયસી કરાવેલ નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement