For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટના 62 સહિત 615 બિલ્ડરોની મિલકત ટાંચમાં લેવા નોટિસ

02:25 PM Jun 25, 2025 IST | Bhumika
રાજકોટના 62 સહિત 615 બિલ્ડરોની મિલકત ટાંચમાં લેવા નોટિસ

Advertisement

લાંબા સમયથી દંડ ભરવામાં અખાડા કરતા બિલ્ડરો-ડેવલોપર્સ સામે ‘ગુજરેરા’ આકરા પાણીએ

દંડની રકમ જમા ન કરાવે તો મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી

Advertisement

કેન્દ્ર સરકારે બિલ્ડરો અને લેન્ડ ડેવલપર્સ દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે દરેક રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરી છે અને કડક નિયમો બનાવ્યા છે પરંતુ ગુજરાતમાં બનાવવામાં આવેલ ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી માત્ર કાગળનો વાઘ હોય તેમ બિલ્ડરો આ ઓથોરિટીના હુકમો પણ ઘોળીને પી જાય છે અને ગ્રાહકો સાથે રમત રમી રહ્યા છે,ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ રાજકોટના 62 સહિત રાજ્યના 615 થી વધુ બિલ્ડરોને ફટકારેલ દંડ ભરવામાં બિલ્ડરો અને ડેવલપર્સ અખાડા કરતા હોવાથી ઓથોરિટીએ મિલકત ટાંચમાં લેવાની વોર્નિંગ આપતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી દ્વારા નિયમનકારી પગલાં સ્વરૂૂપે કાયદાની જોગવાઈઓનું યોગ્ય પાલન ન થવાના સંજોગોમાં રાજકોટના 62 સહિત રાજ્યના 312 જેટલા જેટલા પ્રોજેક્ટસના પ્રમોટર્સની સામે નિયમાનુસાર યોગ્ય પ્રક્રિયા હાથ ધરી દંડકીય કાર્યવાહી કરવામાં આવેલ છે અને કસૂરવાર પ્રમોટર સામે રુ .10 હજારથી માંડી રૂૂ. એક લાખ સુધીના દંડના હુકમો કરવામાં આવેલ છે પરંતુ આ પ્રમોટર્સ છેલ્લા ત્રણ વર્ષથી દંડની રકમ ભરવાની દરકાર કરતા ન હોવાથી હવે રેરા દ્વારા મિલકત ટાંચમાં લેવાની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરેરાની યાદી મુજબ પ્રોજેક્ટસના પ્રમોટર્સ સામે કરવામાં આવેલ દંડની રકમ તેઓ દ્વારા લાંબા સમય પસાર થયા બાદ પણ ભરપાઈ કરવામાં આવેલ ન હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાન પર આવેલ છે. દંડની રકમની વસૂલાત માટેની કાર્યવાહી માટે અન્ય વિકલ્પો ઉપરાંત લેન્ડ રેવન્યુ કોડ મુજબ સરકારી લેણાંની વસૂલાત તરીકે કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. સબબ સંબંધિત કસૂરવાર પ્રમોટરને દંડની રકમ સત્વરે જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે.

જે પ્રમોટર દ્વારા દંડની રકમ ભરપાઈ કરેલ હોય તો તેના પુરાવા સાથે ગુજરેરા કચેરીમાં સંપર્ક સાંધી કસૂરવાર પ્રમોટર્સની કામચલાઉ યાદીમાંથી નામ કમી કરાવવા સૂચિત કરવામાં આવેલ છે. દંડકીય રકમ ન ભરવાના સંજોગોમાં સરકારી લેણાં તરીકેની વસૂલાત કરવાના ભાગરૂૂપે જે -તે પ્રમોટરની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવશે, તદુપરાંત આગામી સમયમાં બાકી લેણદારની યાદી વર્તમાનપત્રોમાં પણ પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની ગંભીર નોંધ લેવા ગુજરેરા કચેરીના સક્ષમ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

કયા શહેરના કેટલા ડિફોલ્ટર?
RERA કાયદો 1 મે, 2017 ના રોજ અમલમાં આવ્યો હતો, ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી લાગુ કરવા માટે GUJRERA ની સ્થાપના કરી હતી. આ ઓથોરિટીને પ્રોજેક્ટ રજીસ્ટર કરવામાં નિષ્ફળ રહેવા, ત્રિમાસિક અપડેટ્સ સબમિટ ન કરવા અથવા સત્તાવાર આદેશોનો અનાદર કરવા જેવી જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારા પ્રમોટરો પર દંડ લાદવાની સત્તા છે ડિફોલ્ટર પ્રોજેક્ટ્સમાં વડોદરામાં 213, અમદાવાદમાં 107, સુરતમાં 72, રાજકોટમાં 62, ગાંધીનગરમાં 52, ભાવનગર અને આણંદમાં 20-20 અને અન્ય શહેરોમાં છ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. દંડ 15,000 રૂૂપિયાથી 20,000 રૂૂપિયા સુધીનો છે, જે ઉલ્લંઘનની પ્રકૃતિ અને ગંભીરતાના આધારે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement