બરફના 8 કારખાનાને રોજેરોજ પાણીનો રિપોર્ટ કરવા નોટિસ
ફૂડ વિભાગે ખાદ્યચીજોના 38 ધંધાર્થીઓને ચકાસણી કરી ત્રણ સેમ્પલ લીધા
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા પાણીજન્ય રોગચાળા અટકાયતી પગલાના ભાગરૂપે બરફના કારખાનામાં ચેકીંગ કામગીરી હાથ ધરી હાઈજેનીક ક્ધડીશન તેમજ પાણીના રિપોર્ટ રોજેરોજ રજૂ કરવાની નોટીસ ફટકારી હતી. જેમાં લાભ આઇસ ફેક્ટરી (સ્થળ:- શિવમ્ ઇન્ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ)- લાયસન્સ, મહાદેવ આઇસ (સ્થળ:- સોમનાથ ઇન્ડ. એરીયા, કોઠારીયા, ગોંડલ, રાજકોટ)- લાયસન્સ, નવદુર્ગા આઇસ ફેક્ટરી (સ્થળ:- મહાલક્ષ્મી મીલ પાસે, વાવડી, ગોંડલ રોડ, રાજકોટ) - લાયસન્સ, રાજ આઈસ ફેક્ટરી (સ્થળ:- માધાપર ચોકડી, ઇંઙ પેટ્રોલ પંપની પાછળ, રાજકોટ)- લાયસન્સ, નૂતન સૌરાષ્ટ્ર આઇસ ફેક્ટરી (સ્થળ:- ડીલક્ષ ચોક, કુવાડવા રોડ, રાજકોટ), ક્રિષ્ના ફ્રીઝીંગ આઇસ ફેક્ટરી : સ્થળ:- નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ, ભાગ્યોદય આઇસ ફેક્ટરી : સ્થળ:- મોચીબજાર મેઇન રોડ, સંગમ આઈસ ફેક્ટરી : સ્થળ:- કોઠારીયા રિંગ રોડ, રેલ્વે ઓવર બ્રીજની બાજુમાં, રણુજાનગર કાંઠે સહિતની આઈસ ફેક્ટરીને હાઈજેનીક ક્ધડીશન જાળવવા અને રોજેરોજ પાણીનો રિપોર્ટ કરવા નોટીસ ફટકારી હતી. ફૂડ વિભાગની દ્વારા નંદનવન રોડ તથા બિગ બજાર થી ઇન્દિરા સર્કલ- 150’ રીંગ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 38 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી.
ચકાસણી દરમિયાન (01)કલાસિક કોલ્ડ કોફી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)આરવી સેલ્સ એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)નાગદાદા રેસ્ટોરેન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)બાપા સીતારામ નાસ્તા ગૃહ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)શ્રી હરિ પુડલા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)રામેસ્ટ આઇસ્ક્રીમ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)ટી’એન સ્ટોરી’સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)પાનવાલા કોલ્ડ કોફી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)શિવ શક્તિ હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)સંજુ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)પટેલ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)સંતોષ ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા (13)ખોડલધામ ફાસ્ટ ફૂડ (14)નિલકંઠ ડેરી ફાર્મ (15)નાગદાદા કોલ્ડ્રિંક્સ (16)પ્રમુખરાજ ડેરી ફાર્મ (17)નિલકંઠ આઇસ્ક્રીમ (18)પુષ્ટિ પ્રોવિઝન સ્ટોર (19)ધારેશ્વર ડેરી ફાર્મ (20)બાલાજી આઇસ્ક્રીમ (21)પટેલ પુડલા કાઠિયાવાડી (22)મૈસૂર એક્સપ્રેસ ઢોસા (23)ધ ટેસ્ટ ઓફ રાજસ્થાન (24)બર્ગર ભાઉ (25)શ્રી ફૂડ (26)કેક સ્વીટસ (27)સમૃધ્ધ ડેરી ફાર્મ (28)રજવાડી પાન કોલ્ડ્રિંક્સ (29)રાજ ગોલા (30)વોક ઓન ફાયર (31)કોફી કલ્ચર (32)બાલાજી આલુપુરી (33)જય ઝૂલેલાલ દાળ-પકવાન (34)દાસ ન્યુ સુરતી ખમણ (35)સત્યવિજય આઇસ્ક્રીમ (36)નૈમિષકુમાર ધીરજલાલ (37)બેંગાલ સ્વીટ્સ (38)નેત્રી પાણિપુરીની ચકાસણી કરવામાં આવેલ સહિતના સ્થળે ચકાસણી કરવામાં આવી હતી.
આઈસ્ક્રીમ, દૂધ, શિખંડના સેમ્પલ લેવાયા
મનપા દ્વારા આજે કેસર પિસ્તા આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- રંગોલી કોલ્ડ્રિંક્સ, અક્ષર એપાર્ટમેન્ટ, ગ્રા.ફ્લોર શોપ નં. 1,2, યુનિ. રોડ, રાજકોટ બોર્ન બોર્ન શ્રીખંડ (લુઝ): સ્થળ- રંગોલી કોલ્ડ્રિંક્સ, અક્ષર એપાર્ટમેન્ટ, ગ્રા.ફ્લોર શોપ નં. 1,2, યુનિ. રોડ, રાજકોટ, (3) ગાયનું દૂધ (લુઝ): સ્થળ- ચામુંડા ડેરી, પંચવટી મેઇન રોડ, નાના મવા કોર્નર, અહેમ હોસ્પિટલ પાસેથી નમુના લઈ પૃથકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતાં.