મહુવા જનરલ હોસ્પિટલના ડોકટર દેસાઇને બેદરકારી સબબ નોટિસ
સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં સગર્ભા બહેનોએ ભોગવેલ પીડાની ગંભીરતા જાણી અધિક્ષકે પગલા લીધા
સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં તારીખ 4-09-2025 ના રોજ મહુવા સરકારી હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ ડોક્ટર નિર્મોહી દેસાઈ ને સોનોગ્રાફી કરવા માટે એક દિવસનું ડેપ્યુટેશન આપવામાં આવ્યું હતું સોનોગ્રાફી કરાવવા માટે આશરે 50 જેટલી ગર્ભવતી બહેનો સવારના આઠ વાગ્યાથી સોનોગ્રાફી કરાવવા માટે આવી પહોંચી હતી પરંતુ આ મેડમ બપોરના 12:30 કલાકે પહોંચ્યા અને સોનોગ્રાફી કરવા આવેલ કેટલીક ગર્ભવતી બહેનો સાથે ગેરવર્તન પણ કર્યું જેના સમાચાર સાવરકુંડલા કેકે મહેતા સરકારી હોસ્પિટલના અધિક્ષક કે એસ હરિયાણીને મળી કે તુરત જ તેમણે મહુવા જનરલ હોસ્પિટલ ના અધિક્ષકને ડોક્ટર નિર્મોહી વી દેસાઈ ને ફરજ પરની બેદરકારી બાબતે એક નોટિસ પાઠવી છે.
નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે ગત તારીખ 14 .8. 2025 અને તારીખ 21. 8 .2025 ના રોજ ડોક્ટર એચડી ગોહિલ કે જે નિવાસી તબીબી અધિકારી છે તેમણે પણ મને જાણ કરેલી કે તેઓ આ બે દિવસ ફરજ પર ગેરહાજર હતા તેમ છતાં બે દિવસની હાજરી દાદાગીરીઠ હાજરી પત્રકમાં સહી કરી છે જે બાબતનું ખુલાસો રજૂ કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે. ઉપરાંત તારીખ 4 .9 .2025 ના રોજ બપોરે 12:30 વાગ્યા સુધી ફરજ પર પહોંચેલા નહોતા જેને કારણે દર્દીઓની ભીડ એકઠી થઈ હતી અને સગર્ભા બહેનોને હાલકી ભોગવી પડી હતી. સગર્ભા બહેનો .આશા વર્કર બહેનો અને પત્રકારોએ આ બાબતની જાણ પણ અધિક્ષક કે કે હોસ્પિટલ સાવરકુંડલાની કરેલી હતી તો તે બાબતનો પણ ખુલાસો કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે.
ડોક્ટર નિર્મોહી દેસાઈને સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં પોતાની આદત મુજબ બેદરકારી દેખાડી અને સાબિત કરી દીધું કે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે ત્યારે 50 જેટલી સગર્ભા મહિલાઓએ ચાર કલાક સુધી ભૂખ તરસ વેઠી જે પીડાઓ ભોગવી છે તેમજ ત્રણ-ચાર કલાકની પીડા ભોગવવામાં કોઈ સગર્ભા મહિલા બેભાન થઈ ગઈ હોય અથવા તો ગરમી લાગી ગઈ હોય અને કાંઈ અઘટિત ઘટના બને તો તેની જવાબદારી કોની તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ બાબતની ઘટનાને ધ્યાનમાં લઇ ઊંચ અધિકારીઓ તેમના ઉપર શિક્ષાત્મક પગલાં ભરે તેવી માંગણી ઊઠવા પામી છે જોકે એવી પણ માહિતી સામે આવી છે કે આ ડોક્ટર નિર્મોહી દેસાઈને રાજકીય પ્રોત્સાહન મળે છે તો એ બાબતનું અધિકારીઓ ધ્યાને ન લેતા દાખલા રૂૂપ શિક્ષા કરે તેવી આ પીડીત સગર્ભાઓની અને સાથે આવેલા આશા વર્કરો તેમજ પત્રકારોની માંગણી અને અપેક્ષા છે