નોનવેજની જાહેરાતના હોર્ડિંગ બોર્ડ પર તવાઇ, હટાવવાનો આદેશ
સિટી બસ સ્ટોપ પર નોનવેજના હોર્ડિંગ લગાવનાર સૂર્યા પબ્લિસિટીને નોટિસ ફટકારાઇ
શહેરભરમાં લગાવવામાં આવેલ નોનવેજની જાહેરાતોના હોર્ડિંગ ઉતારી લેવા સૂચના
આજના જમાનામાં કોઇ પણ પ્રોડક્ટના વેચાણ માટે જાહેરાત કરવી ફરજિયાત બની છે. જેમાં સૌથી વધુ હોટેલ રેસ્ટોરનટ અને ખાઘ્ય પર્દાથોની જાહેરાતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એજન્સીઓ દ્વારા શહેરના મુખ્યમાર્ગો તેમજ સર્કલ ખાતે હોડિંગ બોર્ડમાં આ પ્રકારની જાહેરાત આમ બાબતે બની ચૂકી છે.
પરંતુ આ હોડિંગ બોર્ડમાં નોનવેજ આઇટમોનો પ્રચાર શરૂ કરતા નાગરિકોની સુરુચીનો ભંગ થતો હોય આ મુદે અનેક લોકોએ ફરિયાદ કરતા સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરે એસ્ટેટ વિભાગને આદેશ કરી આ પ્રકારના નોનવેજની જાહેરાત કરતા તમામ હોડિંગ બોર્ડ ઉતારી લેવાનું કહ્યું હતુ અને જિલ્લા પંચાયત ચોકમાંથી હોડિંગ ઉતારવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે પુરા શહેરમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ ચેરમેન જણાવ્યું હતુ.
શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ફાળવામાં આવેલ લોકેશન ઉપર અલગ અલગ એજન્સીઓ દ્વારા જાહેરાતો માટે હોડિંગ બોર્ડ મુકવામાં આવ્યા છે. પરંતુ સૂર્યાપબ્લીસીટી દ્વારા તેમને ફાળવવામાં આવેલ સિટીબસ સ્ટેન્ડ ઉપર નોનવેજ ખાઘ્ય પર્દાથોની જાહેરાતોના બોર્ડ લગાવી દેતા નાગરિકોના ઘ્યાને આ પ્રકારના બોર્ડ આવતા વેજીટેરીયન નાગરિકોની સુરુચીનો ભંગ થતો હોય આ મુદે સ્ટે.ચેરમેન જયમીનભાઇ ઠાકરને ફરિયાદ કરાતા તેમને આ બાબતની તપાસ કરતા સૂર્યાપબ્લીસિટી દ્વારા નોનેવેજની જાહેરાતોના બોર્ડ લાગવેલા હોવાનું બહાર આવ્યું હતુ. આથી એસ્ટેટ વિભાગના અધિકારીઓને આ અંગે સુચના આપી આ તમામ બોર્ડ ઉતરવાનું કહેતા એસ્ટેટ વિભાગે આજે કાર્યવાહી હાથ ધરી સૌપ્રથમ જિલ્લાપંચાયત ચોક ખાતે સિટી બસ સ્ટેન્ડ પર લાગાવેલ નોનેવેજની જાહેરાતનું બોર્ડ હટાવી કામનો પ્રારંભ કર્યો હતો. અને આ બોર્ડ લગાવનાર સૂયાએજન્સીને નોટીસ પાઠવવામાં આવી હતી.
શહેરભરમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા લગાવવામાં આવેલા હોડિંગ બોર્ડ પૈકી નોનવેજની જાહેરાતો હોય તેવા તમામ હોડિંગ દૂર કરવાની સૂચના સ્ટે.ચેરમેન દ્વારા આપવામાં આવી છે. અને આ અંતર્ગત એસ્ટેટ વિભાગે કાર્યવાહી પણ શરૂ કરી છે. જે અંગે સ્ટે. ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે, લોકોની સુરુચી ભંગ થતી હોય તેવી જાહેરાતો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવશે અને શહેરભરના સર્કલો ઉપર તેમજ મુખ્યમાર્ગો પર લાગેલા આ પ્રકારના બોર્ડ ઉતરવાની સૂચના અપાઇ ચૂકી છે. જેનો આજથી પ્રારંભ પણ કરવામાં આવ્યો છે. છતા આ પ્રકારના હોડિંગ બોર્ડ નજરમાં આવેતો લોકોએ મનપાને ફરિયાદ કરવાનો અનુરોધ કર્યો છે.
હવેથી ટેન્ડરમાં જ આ અંગનો ઉલ્લેખ કરાશે
શહેરભર એજન્સીઓ દ્વારા લગાવવામાં આવેલ નોનેવેજની જાહેરાતોના હોર્ડિંગ બોર્ડ ઉતરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સ્ટે.ચેરમેને જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે, હોડિગ બોર્ડની જગ્યા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. આથી આ પ્રકારની ભુલ કોઇ એજન્સી દ્વારા ન થાય અને અવાર નવાર એજન્સીઓને આ અંગેની સુચના ન આપવી પડે તે માટે હવેથી હોર્ડિંગ બોર્ડ માટે ના ટેન્ડરમાં શરતોમાં હોડિંગ બોર્ડમા નોનવેજની જાહેરાત નહીં કરી શકાય તેવો ઉલ્લેખ ફરજિયાત કરવામાં આવે તેવી સુચના અધિકારીઓને આપવામાં આવી છે.