For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલના PMJAYના નોડલ ઓફિસર ડો. ચાવડાને વિદાયમાન અપાંયુ

05:14 PM Oct 31, 2025 IST | admin
સિવિલ હોસ્પિટલના pmjayના નોડલ ઓફિસર ડો  ચાવડાને વિદાયમાન અપાંયુ

રાજકોટ શહેરની પીડીયુ સિવીલ હોસ્પીટલના પીએમજેએવાયના નોડલ ઓફીસર ડો. મહેન્દ્ર ચાવડાને ગઇકાલે ભવ્ય વિદાયમાન આપવામા આવ્યુ હતુ. ડો. મહેન્દ્ર ચાવડા 1998 મા રાજકોટની પીડીયુ હોસ્પીટલમા જોડાયા હતા. ત્યારબાદ તેઓએ કોવિડ મહામારી વખતે 2019 મા નોડલ ઓફીસર અને આરએમઓ તરીકે કામગીરી કરી હતી તેમજ 2024 નાં રોજ મોરબી પુલ દુર્ઘટના દરમ્યાન 16 કલાકમા 132 મૃતદેહો પોસ્ટ મોર્ટમ સાથે સગા વ્હાલાઓને સોપ્યા હતા.

Advertisement

તેમજ ગાંધીનગર જીઆઇડીએમમા ડીઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ આપીને ગુજરાતની હોસ્પીટલનાં આશરે 400 જેટલા સ્ટાફ તેમજ ડોકટરને ડીઝાસ્ટર માટે તૈયાર કર્યા હતા. તેઓએ પીએમજેએવાયમા નોડલ ઓફીસર તરીકે કામગીરી સંભાળ્યા બાદ અંદાજીત 20 હજાર જેટલા દર્દીઓને ફ્રી સારવાર અપાવી નોંધપાત્ર કામગીરી કરી હતી. ગઇકાલે સિવીલ હોસ્પીટલ સ્ટાફ તેમજ તબીબો દ્વારા તેઓને ભાવભેર વિદાય આપવામા આવી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement