જામનગરના નવા ફ્લાય ઉપરથી એકપણ એસટી બસો દોડશે નહીં
જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ફલાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ એક પણ એસટી બસ નવા ફલાય ઓવર બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. નોચે ઈન્દીરા માર્ગ થઈ એસટીનું સંચાલન કરી જૂના રાબેતા મુજબના રૂૂટ ઉપરથીજ એસટી બસો પસાર થશે, તે પ્રકારનો આદેશ વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે. જે પ્રમાણે શહેરીજનોએ એસટી બસનો લાભ લેવા એસટીઆઈ જે.વી. ઈશરાણી દ્વારા જણાવાયું છે.
જામનગરના એસટી ડેપોથી રાજકોટ તરફ જનારી એસ.ટી. બસ જુના રેલ્વે સ્ટેશન (અંબર ચોકડી, તેમજ કાલાવડ તરફ જતા સાત રસ્તા ચોકડી) અને હાલાર હાઉસથી આગળ મળી કુલ 3 જગ્યાએ સ્ટોપ આપવાનું નક્કી કરાયું છે.
જેમાં મુસાફરોને બસમાં ચડાવવા અને રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતા. સુરેશ ફરસાણ માર્ટ થીઆગળ જૂના રેલ્વે સ્ટેશન તેમજ સાત રસ્તા સર્કલ પાસે ત્રણ જગ્યાએ મુસાફરોને ઉતારવા તેમજ ચડાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
સુભાષ બ્રિજ પાસે રોડની પહોળાઈ સાંકડી હોવાથી અને બસ ને ઉભી રાખીએ તો ટ્રાફિકની સમાયાનો પ્રશ્ન થતાં જુના પોઈન્ટનું સ્વરૂૂપ રદ્દ કરવામાં આવ્યું હોવાથી ગુરુદ્વારા અને સુભાષ બ્રિઝ ના પોઇન્ટના બદલે રાજપાર્ક પાસે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર, વોલવો. સહિતની બસોનું આ રૂૂટ પર સંચાલન કરવામાં આવશે.