પોલીસ ફરિયાદ લેતી નથી તેવું હવે કોઇ નહીં કહે, X ઉપર 850 ફરિયાદનો નીકાલ
ગુજરાત પોલીસ ફરિયાદ લેવામાં ખૂબ જ ઢીલી નીતિ અપનાવી રહી છે તે ઇમેજ દૂર કરવા અને પોલીસ નાગરિકો સાથે સીધી રીતે જોડાઈ શકે અને તેમની રજૂઆતોને ઝડપથી ઉકેલ લાવી શકે કે માટે તંત્રે ડિજિટલ પહેલ શરૂૂ કરી છે. GP-SMASH (Gujarat Police - Social Media Monitoring, Awareness and Systematic Handling) નામની સુવિધા માર્ચ-2025થી શરૂૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો, સૂચનો અને ચિંતાઓને ગણતરીના કલાકોમાં ઉકેલવામાં આવી રહી છે. આ સમયગાળઆ દરમિયાના ડ પર કરાયેલી 850 ફરિયાદનો ત્વરિત નિકાલ લાવવામાં આવ્યો હોવાનો DGP વિકાસ સહાય દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
આ સિસ્ટમ અંગે વિસ્તૃત માહિતી આપતાં DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે GP-SMASHનો મુખ્ય હેતુ નાગરિકોની રજૂઆતને તરત જ સાંભળી યોગ્ય અધિકારી સુધી પહોંચાડીને તેનો તાત્કાલિક ઉકેલ લાવવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ચોક્કસ ચોવીસે કલાક સોશિયલ મીડિયા પર પોલીસ વિભાગને લગતી પોસ્ટ્સ પર રિયલ ટાઈમ મોનિટરિંગ કરે છે. ખાસ કરીને એકસ (પૂર્વનું Twitter) પર ટેગ થયેલી પોસ્ટ્સને ગણતરીની મિનિટોમાં પ્રતિભાવ આપવામાં આવે છે. લો એન્ડ ઓર્ડર, ટ્રાફિક, સાયબર ફ્રોડ, પ્રોહિબિશન, લાંચ માગણી કે સરકારી કર્મચારીના દુર્વ્યવહાર જેવી ફરિયાદોને સંબંધિત જિલ્લા, રેન્જ કે જે-તે વિભાગના વડા સુધી પહોંચાડીને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. ત્યારબાદ, સંબંધિત અધિકારી તે જ પોસ્ટ પર કાર્યવાહી અંગે અપડેટ આપે છે જેથી નાગરિકોને રિયલ ટાઈમમાં પોલીસની પ્રવૃત્તિની જાણકારી મળી રહે.
રાજ્ય, રેન્જ અને જિલ્લા એમ ત્રણ સ્તરે GP-SMASHની સતત મોનિટરિંગ વ્યવસ્થા કાર્યરત છે. અત્યાર સુધીમાં 850થી વધુ નાગરિકોની રજૂઆતોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. લો એન્ડ ઓર્ડર ઉઈંૠ દીપક મેઘાણી દ્વાર સમગ્ર સિસ્ટમનું મોનિટરિંગ કરવામાં આવે છે.
GP-SMASH પ્રોજેક્ટના કારણે નાગરિકો હવે અનુભવ કરી રહ્યા છે કે પોલીસ માત્ર એક ક્લિક દૂર છે. સોશિયલ મીડિયા પર ઊઠાવાતા પ્રશ્નો હવે માત્ર ટ્રેન્ડ પૂરતા નથી રહેતા, પરંતુ તાત્કાલિક કાર્યવાહી અને તેનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. આ પહેલ ડિજિટલ યુગને અનુરૂૂપ જવાબદાર, પારદર્શક અને લોકાભિમુખ પગલું છે.
