દેશમાં હવે કારમાં ગૂંગળાઇને કોઇ મૃત્યુ નહીં પામે: તળાજાના ધો.7ના છાત્રએ વિકસાવી ટેકનોલોજી
12 વર્ષની ઉંમરે યાજ્ઞિક પંડ્યાના નામે પેટન્ટ ઓફિસમાં જનરેટ થયાનો રેકોર્ડ થશે
ભાવનગર જિલ્લાના તળાજાના પાવઠી ખાતે સરકારી પ્રા.શાળા મા ધો.7 મા અભ્યાસ કરતા વિદ્યાર્થી એ ફોર વહીલમાં ગૂંગળાઈ ને પોતાની સાથે અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનું મૃત્યુ થતા તેમાંથી બોધપાઠ લઈ ને ભવિષ્યમાં આ પ્રકારે કોઈ નું મૃત્યુ ન થાય તે માટે ખાસ ફોર વહીલ માટે એક ટેકનોલોજી વિકસાવી છે.આ ટેકનોલોજી નો ઉપયોગ આજ સુધી એકપણ કાર ઉત્પાદન કરતી કંપની એ વિકસાવી નથી! તેવો કેન્દ્ર સરકાર ને કરેલ આર.ટી.આઈ મા ખુલાસો થયો છે.જેને લઈ પેટર્ન રજિસ્ટ્રેશન કરાવવા ની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
પાવઠી ગામની પ્રા.શાળામાં શિક્ષક તરીકે માધવભાઈ પંડ્યા ફરજ બજાવે છે.તેઓ ધો 6 થી 8 ના ગણિત વિજ્ઞાન ના શિક્ષક છે.તેમનો પુત્ર યાજ્ઞિક ધો.7 મા અહીજ અભ્યાસ કરેછે.આજ શાળા મા અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કારમા રમતા હતા,કારના તમામ કાચ બંધ હતા ને કાર લોક થઈગઈ.ઓક્સિજન વાયુ ની ઘટ ઉભી થતા બંને બાળકોના ગૂંગળાઈ જવાના કારણે મૃત્યુ થયા હતા.
આ ઘટના એ ધો.7 ના વિદ્યાર્થી યાજ્ઞિકનું હૈયું હચમચાવી દીધું હતું. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના જાણકાર પિતા માધવભાઈને પ્રશ્ન કર્યો હતો કે આ પ્રકારે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ ન થાય તેવી ટેકનોલોજી વિકસાવવી જોઈએ.તેના માટે યાજ્ઞિક એ પિતા સાથે સંવાદ કરીને કારનું તાપમાન,ગાડી મા હલન ચલન અને કારની અંદરની એર ક્વોલિટીના આધારે કાર લોક અને બંધ હોવા છતાં ઓટોમેટીક કારનો પંખો, બેલ્ટ શરૂૂ થઈ જાય.બ્લોઅર માંથી હવા ની અવર જ્વર થવા લાગે અને કાર માંથીજ એલર્ટનું સાયરન વાગવા લાગે અને કાર સાથે જોડાયેલા મોબાઈલ મા નોટિફિકેશન મળે તેવી ટેકનોલોજીની શોધ કરી છે.જેના થકી કારમાં ગૂંગળાઈને માસૂમના મોતના બનાવો બને છે તેને નાબૂદ કરી શકાય.
જે ટેકનોલોજી વિકસાવી છે તેના માટે ભારતીય પેટન્ટ ઓફીસ મા આ પેટન્ટ યાજ્ઞિક પંડ્યા ના નામે બુક પણ થઈ ગઈ છે.જે ઓનલાઈન વેબ સાઇટ પર પણ જોવા મળી શકશે.ઉલ્લેખનીય છેકે તળાજા ના 12 વર્ષની ઉંમર ના યાજ્ઞિક પંડ્યા ના નામે આ પ્રોજેકટ, ટેકનોલોજી ની પેટન્ટ જનરેટ થયા નો રેકોર્ડ થશે.