For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RTOમાં લાગવગ ખતમ, AI આપશે ડ્રાઇવિંગ લાઈસન્સ

11:26 AM Oct 10, 2025 IST | Bhumika
rtoમાં લાગવગ ખતમ  ai આપશે ડ્રાઇવિંગ લાઈસન્સ

Advertisement

ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરી 2026થી ડ્રાઇવિંગ લાયસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. હવે. ગુજરાતમાં સૌ પ્રથમ વાર મોડાસા કચેરીમાં AI ટેકનોલોજીનો અમલ શરૂૂ કરાયો છે. જ્યારે ગાંધીનગર RTOમાં AI ટ્રેક અપગ્રેડેશનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી સપ્તાહે AI ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે. ટેસ્ટ આપતી વખતે અરજદાર ક્યારે કઈ કઈ ભૂલ કરે છે તેનું મોનીટરિંગ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ કરવાનું હોવાથી આસાનીથી પાસ થવાનું અઘરું બનશે.

રાજ્યની વાહનવ્યવહાર કચેરીમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ (RTO)માં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં) બેઝ વીડિયો એનાલિટિક ટેક્રોલોજી અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેના ભાગરૂૂપે ગાંધીનગર RTOમાં પણ AI ટ્રેકનું કામ ચાલી રહ્યુ છે. જો કે તે સંપૂર્ણ કાર્યરત થતા એક સપ્તાહનો સમય લાગી શકે તેમ હોવાથી તા.8ને બુધવારથી જૂની પદ્ધતિથી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનું ચાલુ કરવાની શક્યતા છે.

Advertisement

આરટીઓનાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર 18 કેમેરા લગાવવામાં આવશે. ડ્રાઇવિંગનો ટેસ્ટ આપનાર અરજઘરની દરેક નાની-મોટી મૂવમેન્ટ પર કારણે બાજ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે. હાલની વર્ષો જૂની સિસ્ટમ સોફટવેરની ખામીઓને અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ AI સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે. AI ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામે 100 ટકા સચોટ રિઝલ્ટ મળવાથી વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કીલમાં પણ સુધારો થશે.

રાજ્યની તમામ RTO કચેરીમાં AI આધારિત ટ્રેક શરૂૂ થવાથી ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામ પર મોટો ફેરફાર જોવા મળશે. ગાંધીનગર RTO અધિકારી ડી. બી. વણકરે એવી સંભાવના વ્યક્ત કરી કે, AI ટ્રેક તૈયાર થયા પછી ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાનો રેશિયો ઘટી શકે છે. નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વીડિયો એનાલિટિક ટેક્રોલોજીમાં માનવ હસ્તક્ષેપ રહેશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement