For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે કોઇ રૂપિયા આપવાના નથી: સરકારની સ્પષ્ટતા

05:24 PM Nov 19, 2025 IST | Bhumika
કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે કોઇ રૂપિયા આપવાના નથી  સરકારની સ્પષ્ટતા

રાજકોટ જિલ્લામાં ખેડૂતોને કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવતા ખેડૂતોને હવે સહાય ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી હોય ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. અમુક ગામમાં ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા સહાય ફોર્મ ભરવાના 100 રૂૂપિયા લેવાતા હોવાની ફરીયાદ બાદ સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈપણ રૂૂપિયા આપવાના હોતા નથી. વિકાસ કમિશનરની કચેરીએ જાહેર કર્યો પત્ર: આ મામલે વિકાસ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અરજી માટે કોઈ ચાર્જ લેવાનો નથી. રાજ્ય સરકારે ખેડૂતોને વિનંતી કરી છે કે ફોર્મ ભરવા માટે જો કોઈ વ્યક્તિ કે એજન્સી પૈસાની માંગણી કરે, તો તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવી.

Advertisement

રાજકોટના મજેઠી ગામમાં વીસીએ જણાવ્યું હતું કે, 350થી વધારે ફોર્મ ભરવાના છે અને સર્વર સતત હાલતુ ન હોવાથી અમો આખો દિવસ ફોર્મ ભરી આખી રાત કામ કરીને ખેડૂતોના ફોર્મ ભરીએ છીએ અને પંદર દિવસમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરી કરવાની હોય પરંતુ આ શક્ય નથી. અરજી ફોર્મના 100 રૂૂપિયા લઈએ છીએ. અમને સરકાર દ્વારા 12 રૂૂપિયાની વાત કરી છે પરંતુ હજુ આગળના ચાર વર્ષના રૂૂપિયા વિજબીલના બાકી છે, કમિશનના એ પણ હજુ સુધી આવ્યા નથી અને અમારે અહીં બીજા ઓપરેટરને બેસાડવા પડે છે તેથી એમને પણ રૂૂપિયા આપવા પડે છે તેમ વીસીએ જણાવ્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement