રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હમ કિસી સે કમ નહી, અમદાવાદમાં લિકર પરમિટ મેળવવામાં મહિલા પુરુષોથી આગળ

05:19 PM Dec 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

બે વર્ષમાં 1277 પરમિટમાંથી 690 મહિલાઓને અપાઇ

અમદાવાદમાં પ્રોહિબિશન વિભાગમાંથી અપાતી લિકર પરમિટમાં આવી છેલ્લા 2 વર્ષમાં મહિલાઓ પુરુષોને પાછળ છોડીને આગળ નિકળી ગઈ છે. 2023 અને 2024માં અપાયેલી હેલ્થ પરમિટ એટલે કે લિકર પરમિટમાં પુરૂૂષો કરતાં મહિલાઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 1,277 નવી લિકર પરમિટ અપાઈ છે. તેમાંથી 690 પરમિટ મહિલાઓને અપાઈ છે. જ્યારે પુરૂૂષોને 587 પરમિટ અપાઈ છે. અમદાવાદમાં લિકર પરમિટમાં ધીરે ધીરે મહિલાઓ પુરૂૂષોની નજીક પહોંચી રહી છે.

અમદાવાદમાં 2019થી 2024ના મે સુધીમાં કુલ 14,132 લોકોની લિકર પરમિટ રીન્યુ કરવામાં આવી હતી. તેમાં 8115 પુરૂૂષ અને 6257 મહિલા છે. એક દાયકા પહેલાં અમદાવાદમાં અપાતી લિકર પરમિટમાં 90 ટકા પરમિટ પુરૂૂષોને અપાતી હતી. પરંતુ મહિલાઓ પણ ધીરે ધીરે લિકર પરમિટ લેવા માંડી તેના કારણે રીન્યુઅલ અરજીઓમાં હવે પુરૂૂષોનું પ્રમાણ 60 ટકાથી ઓછું થઈ ગયું છે. જ્યારે મહિલાઓનું પ્રમાણ 40 ટકાથી વધારે છે.

અમદાવાદમાં મહિલાને લિકર પરમિટમાં વધારાના આંકડો ધ્યાન ખેંચનારો છે. 2019થી 2022 દરમિયાન છ વર્ષમાં કુલ 275 મહિલાઓને નવી લિકર પરમિટ અપાઈ હતી. જ્યારે છેલ્લાં 2 વર્ષમાં તેના કરતાં લગભગ બમણી મહિલાઓને લિકર પરમિટ અપાઈ છે. અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં પરમિટ લેનારાંની સંખ્યામાં પણ જંગી વધારો થયો છે. અમદાવાદમાં 31મી ડિસેમ્બર 2013 સુધીમાં કુલ 11,890 લોકોને પરમીટ આપવામાં આવી હતી. છેલ્લા એક દાયકામાં રીન્યુઅલ લિકર પરમિટ સાથે કુલ 20,339 લોકો પાસે લિકર પરમિટ છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં 25 જેટલી હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો સામાન્ય સંજોગોમાં 3 કરોડ રૂૂપિયાની આસપાસનો દારૂૂ વેચે છે. દિવાળીના તહેવારમાં 4 કરોડ રૂૂપિયાથી વધારે નો દારૂૂ વેચાયો હતો. અત્યારે પણ ઠંડીની સિઝન અને લગ્નની સિઝન ચાલુ હોવાથી લિકર પરમિટવાળી હોટલોનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. અત્યારે લિકર પરમિટ ધરાવતી હોટલોમાંથી દારૂૂ અને બિયર મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યા છે.

Tags :
AhmedabadAhmedabad newsgujaratgujarat newsliquor permits
Advertisement
Next Article
Advertisement