કપાસિયા તેલના ડબ્બામાંથી કપાસિયા તેલ જ ન નીકળ્યું, નમૂનો ફેલ
ફૂડ વિભાગે લીધેલા સેમ્પલોમાં મિલાવટનું પ્રમાણ વધુ, પનીર અને ડ્રિન્કિંગ વોટરમાં ભેળસેળ ખૂલી, ઉત્પાદક સામે કાર્યવાહી
ફૂડ વિભાગ દ્વારા થોડા સમય પહેલા લેવામાં આવેલ ખાદ્ય પદાર્થના સેમ્પલનો રિપોર્ટ આજ રોજ આવતા કપાસીયા તેલ પનિર અને ડ્રિન્કીંગ વોટરમાં ભેળસેળ હોવાનુ ખુલવા પામ્યુ છે. ભેળસેળીયાઓ કેટલા બેફામ બની રહ્યા છે. તે આજના રીપોટમાર્ંથી જાણવા મળ્યુ કપાસીયા તેલના 15 કિલ્લોના ડબ્બામાંથી તેલ જ ન નીકળ્યું અને અન્ય મિકસ તેલ નીકળતા તેમજ આયુડીનન વેલ્યુ વધારે જણાતા વિક્રેતાઓ વિરૂધ્ધ એજ્યુડિશેન કાર્યવાહી કરવાની તૈયારી ફૂડ વિભાગે આરંભી છે.
ફૂડ વિભાગ દ્વારા જૂના મોરબી રોડ ઉપર આવેલ ગાયત્રી મદ્રાસ કાફે માંથી અનમોલ બ્રાન્ડ કપાસીયા તેલના 15 કિલ્લોના સેમ્પલના રીપોર્ટમાં ડબ્બામાં કપાસીયા તેલ ન હોવાનુ જણાવેલ તેવી જ રીતે વિવેકાનંદ નગરની શ્યામ ડેરીમાંથી લેવામાં આવેલ પનિરમાં મિલ્ક ફેટનુ પ્રમાણ ઓછુ હોવાનુ અને માંડા ડૂંગર પાસે બિલ્કીંગ ડ્રિન્કીંગ વોટરમાં એરોબિક માઇક્રોબિયલ કાઉન્ટની માત્રા વધુ હોવાનું ખુલતા આ ત્રણેય સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરી વિક્રેતાઓ વિરૂધ્ધ એજ્યુડિકેશન કાર્યવાહી કરવાની તૈયારી આરંભી છે.
ફૂડ વિભાગ દ્વારા શહેરના માંડા ડુંગર-આજીડેમ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 12 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ.તેમજ ખાધ્ય ચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.
તેમજ (01)એમ. ડી. માર્ટ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)જય ખોડિયાર ફરસાણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ખાટુ શ્યામ દાળ પકવાન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શક્તિકૃપા ફરસાણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)દ્વારકેશ ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)યશશ્વિ પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ધાર્મિ મેડિસિન્સ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)શ્રી ગણેશ મેડિકલ સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)બાલાજી ખમણ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)ગોકુલ કેરીનો રસ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)મિલન ખમણ - લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (13)રોનક ચાઇનીઝ પંજાબી (14)જય મોગલ ગાંઠિયા (15)શિવ ડેરી જનરલ સ્ટોર (16)રાધા ક્રુષ્ણ ડેરી ફાર્મ (17)ખોડિયાર સોડા શોપ (18)બાલાજી ફરસાણ (19)શ્રી સીતારામ સેલ્સ એજન્સી (20)કૃપા પ્રોવિઝન (21)બજરંગ ફરસાણ (22)એવરી ડે સુપર માર્કેટ ની ચકાસણી કરવામાં આવેલ હતી.