જૂની પેન્શન યોજના લાગુ કરવા કોઇ વિચારણા નથી: સરકારની સ્પષ્ટતા
આજથી ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રની શરૂૂઆત થઇ છે, આ સત્ર શરૂૂ થાય તે પહેલા જ રાજ્યમાં શિક્ષકો વિરોધમાં ઉતર્યા છે. શિક્ષકો અને સરકાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જુની માંગો અને પડતર પ્રશ્નોને લઇને તકરાર ચાલી રહી છે. જૂની પેન્શન યોજનાને લઇને રાજ્યભરના શિક્ષકોએ વિધાનસભાનો ઘેરવ કરવાનું શરૂૂ કરી દીધુ છે. તેવા સમયે જૂની પેશન યોજનાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન સામે આવ્યુ છે. ગાંધીનગરમાં થઇ રહેલા શિક્ષકોના વિરોધ અને જૂની પેન્શન યોજના અંગે તેમને કહ્યું કે હાલ જૂની પેન્શન યોજના અંગે કોઈ બાબત વિચારણા હેઠળ નથી.
ગાંધીનગરમાં શિક્ષકો જૂની પેન્શન યોજના અંગે પોસ્ટર અને માર્ગદર્શિકા વાયરલ કરીને વિરોધ નોંધાવી રહ્યાં છે. આંદોલન કરવા માટે શિક્ષકોને જોડાવા અપીલ કરતું સાહિત્ય વાયરલ થઇ રહ્યું છે. કોઈપણ સંગઠન કે વ્યક્તિના નામ વગરનું આ સાહિત્ય વાયરલ થયુ છે. વિધાનસભાના સત્ર દરમિયાન માનવ સાંકળ રચનો ઉલ્લેખ કરાયો છે. ત્રણ દિવસ સ્વયંભૂ આંદોલન કરવાની પત્રિકા વાયરલ થઇ છે. સત્રમાં જૂની પેન્શન યોજના અંગે ઠરાવ ના થાય તો અનશનનો પણ આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિક્ષકોને વિધાનસભા જતા પોલીસ દ્વારા હાલ રોકવામાં આવ્યા છે, જોકે, શિક્ષકોની વિધાનસભા કૂચ યથાવત છે. રાજ્ય સરકારના મંત્રીઓની કમિટીએ 2022ની ચટણી અગાઉ નિર્ણય કર્યો હતો. 2005 પહેલા જોડાયેલા સિક્ષાઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની વાત કરી હતી. છેલ્લા 2 વર્ષથી સરકાર ઠરાવ કરતી નથી. સરકાર ઠરાવ નહીં કરે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની શિક્ષકોએ ઉચ્ચારી ચિમકી છે.