For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખેડૂતોને ટેકાના ભાવની કોઇ જાહેરાત નહીં, રૂા.1.52 લાખ કરોડની કૃષિ ક્ષેત્રે ફાળવણી

04:48 PM Jul 23, 2024 IST | admin
ખેડૂતોને ટેકાના ભાવની કોઇ જાહેરાત નહીં  રૂા 1 52 લાખ કરોડની કૃષિ ક્ષેત્રે ફાળવણી

કિસાન સન્માન નિધિનો હપ્તો રૂા.6 હજાર યથાવત 109 પાકની જાતોને હવામાન પ્રુફ બનાવવા રીસર્ચમાં મોકલાશે

Advertisement

સરકારે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂૂપિયા આપ્યા. ગયા વર્ષે 1.25 લાખ કરોડ રૂૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે ખેડૂતોના બજેટમાં 21.6% એટલે કે 25 હજાર કરોડ રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો કે, ખેડૂતોની સતત માગ હોવા છતાં, બજેટમાં લઘુતમ ટેકાના ભાવ એટલે કે ખજઙ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો નથી, તે માત્ર 6,000 રૂૂપિયા જ રહેશે.ખેડૂતોની સૌથી મોટી માગ ખજઙને લઈને બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સરકારે એક મહિના પહેલાં લગભગ તમામ મુખ્ય પાકો પર ખજઙ વધારવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોને આપવામાં આવતી સન્માન નિધિમાં પણ વધારો કરવામાં આવ્યો નથી. આ માત્ર 6 હજાર રૂૂપિયા જ રહેશે.

દાળ અને કઠોળના કિસ્સામાં દેશ આત્મનિર્ભરતા અને તેમના ઉત્પાદન, સંગ્રહ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સરસવ, મગફળી, સૂર્યમુખી અને સોયાબીન જેવા ખાદ્યતેલ પાકોનું ઉત્પાદન વધારવા માટે વ્યૂહરચના બનાવવામાં આવશે.

Advertisement

શાકભાજીની સપ્લાય ચેઈનને મજબૂત બનાવશે. તેમના સ્ટોરેજ અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજ્યો સાથે ભાગીદારી કરીને અમે કૃષિ અને ખેડૂતો માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરીશું. 6 કરોડ ખેડૂતોની માહિતી જમીન રજિસ્ટ્રીમાં લાવવામાં આવશે.

ખેડૂતોની મદદ માટે 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે. નાબાર્ડ દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે. ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે કામ કરવામાં આવશે.ખેડૂતોના ઉત્પાદનને હવામાનની અસરથી બચાવવા માટે કામગીરી કરવામાં આવશે. સરકારે કહ્યું કે, 32 પાકોની 109 જાતો લાવવામાં આવશે, જેના પર હવામાનની અસર નહીં થાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement