સાયલા હાઈસ્કૂલમાં પ્રવેશ કરવો નહીં, બોર્ડ લગાડ્યુું છતાં 100થી વધુ છાત્ર અભ્યાસ કરી રહ્યા છે
જર્જરિત હાઈસ્કૂલના રીનોવેશન માટે આરએનબી પાસે લેખિત મંજૂરી માગવામાં આવી છે
સાયલા તાલુકાની 103 વર્ષ જૂની સાર્વજનિક હાઇસ્કૂલમાં અભ્યાસ કરીને અનેક લોકો ઉચ્ચકક્ષાએ પહોંચી શક્યા છે. ત્યારે તેમના સંસ્મરણો આ હાઇસ્કૂલ સાથે જોડાયા છે. પરંતુ આજે દયનીય હાલતમાં રહેલી ભૂકંપગ્રસ્ત અને જર્જરિત બનેલી સાર્વજનિક હાઈસ્કૂલને જોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં અરેરાટી જોવા મળી રહી છે. થોડા સમય પહેલા આ મકાન ભયગ્રસ્ત છે તેમાં પ્રવેશ કરવો નહીં તેવું મોટા અક્ષરોનું લખાણ કરીને તંત્રે મીઠી નિંદ્રા માણી રહી છે.
પરંતુ તેમાં અભ્યાસ કરતા ધોરણ 9થી 12 સુધીના 100થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર શું અસર પડશે તેની ચિંતા કરી નથી. આ બાબતે છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાઈ સ્કૂલ બાબતે આર એન બી વિભાગને મરામત માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ શિક્ષણ અને આર એન બી વિભાગના ચલક ચલાણામાં વિદ્યાર્થીઓનું જીવનું જોખમ વધી રહ્યું છે. જેના કારણે અનેક વાલીઓ હાઈસ્કૂલના ઇમારતને જોઈને પોતાના બાળકોને ખાનગી અથવા બીજી સ્કૂલોમાં અભ્યાસ કરાવવા મજબૂર બની રહ્યા છે.
આજુબાજુના વિસ્તારમાં ભાડે મકાન લેવા માટેની તજવીજ હાથ ધરી આ બાબતે ડીઓ અરવિંદભાઈ ઓઝાએ આજુબાજુના વિસ્તાર નજીક કોઈ સ્કૂલ નથી અને વિકટ પરિસ્થિતિ છે. ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભાવિને જોઈને ભાડે મકાન રાખવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ સરકારી સ્કૂલના નવિનીકરણની તાંત્રિક મંજૂરી અને ઝડપભેર કાર્યવાહી પણ શરૂૂ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.