ખંઢેરી સ્ટેડિયમનું નિરંજન શાહ નામકરણ, જય શાહ સહિતના દિગ્ગજો હાજર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ કાલેથી રમાશે. ભારતીય ટીમ સીરીઝ જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે, પરંતુ આ પહેલા રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ ચર્ચામાં આવ્યુ છે, ત્રીજી ટેસ્ટ પહેલા ખંડેરી સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવશે. ખંડેરી સ્ટેડિયમનું નામ બદલીને નિરંજન શાહ સ્ટેડિયમ કરવામાં આવશે.
રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં યોજાયેલા નામકરણ કાર્યક્રમમાંBCCI સેક્રેટરી જય શાહ ઉપરાંત સૌરાષ્ટ્રના ક્રિકેટરો અને પૂર્વ ખેલાડીઓ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, નિરંજન શાહના અથાક પ્રયાસોથી રાજકોટનું ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ બન્યું છે, નિરંજન શાહ અત્યાર સુધીમાં અનેક ઈન્ટરનેશનલ મેચ રાજકોટમાં લાવ્યા છે.
અમદાવાદ બાદ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને નિંરજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. જઈઅ સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે. 1987માં પેહલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ લાવવામાં શાહની મુખ્ય ભૂમિકા હતી. નિરંજન શાહ 2 વખતBCCI ના સેક્રેટરી રહી ચૂક્યા છે અને તેમના જ પ્રયાસોથી આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જે લોર્ડ્સના મેદાન જેવું લાગે છે.
બે દાયકા પહેલા તમામ આંતરરાષ્ટ્રીય મેચ રેસકોર્ષ મેદાનમાં રમાતા હતા. 1987માં સૌ પહેલો આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રાજકોટ લાવવાનો શ્રેય નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમ સુધીની સફરના તેઓ મુખ્ય સારથી બન્યા છે. રેસકોર્ષથી માંડી હવે ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમમાં અનેક ક્રિકેટ સિતારા તૈયાર થયા છે અને હજુ તૈયાર થઇને રાષ્ટ્રીય ટીમમાં પહોંચી રહ્યા છે.
તેઓ માટેની સુવિધામાં નિરંજનભાઇ શાહ સતત વધારો કરતા રહ્યા છે. છેલ્લા વર્ષોમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમે વિજયી છલાંગ લગાવી છે.સૌરાષ્ટ્ર સૌપ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પીયન બન્યુ હતું. હાલ ક્રિકેટ વિશ્વ કપ ચાલી રહ્યો છે ત્યારે જ આ સ્ટેડીયમનું નામકરણ થતા પૂરા દેશમાંથી અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ શરૂૂ થયો છે. નિરંજન શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી તરીકે સેવા આપી છે. તો રાજકોટના ગૌરવની જેમ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી તરીકે બે વખત કામ કર્યુ છે. તેમની આ ક્રિકેટ જગત ખાતેની સુવર્ણ યાત્રાની યાદી રૂૂપે પૂરા એસો. દ્વારા આ ગૌરવભર્યો નિર્ણય લેવામાં આવ્યો અને નામકરણનો ઠરાવ કરાતા પૂરા સૌરાષ્ટ્રના જુદા જુદા ક્રિકેટ એસો.માં ખુશીની લાગણી છવાઇ ગઇ છે.
ભારતીય ટીમ તેના શ્રેષ્ઠ ફોર્મમાં: જયદેવ ઉનડકટ
એક બાજુ ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ કરી રહી છે ત્યારે તેમની જ બાજુમાં સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમ પણ પ્રેક્ટિસ કરી રહી છે. સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમના સુકાની જયદેવ ઉનડકટ એ પણ પત્રકાર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વનો છે. શ્રેણીમાં બંને ટીમ એક એક ટેસ્ટ મેચ જીતી ચૂકી છે. ત્યારે આ મેચ રસપ્રદ બની રહેશે. સ્વાભાવિક રીતે ભારતીય ટીમ પણ શ્રેષ્ઠ ફોર્મમાં છે અને આ મેદાન ઉપર મારી પણ ઘણી યાદો સચવાયેલી છે. તેમણે જણાવ્યું હતું કે મારી જિંદગીનો એક યાદગાર દિવસ આ મેદાન ઉપર ત્યારે જોવા મળ્યો જ્યારે સૌરાષ્ટ્રને પ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવ્યું હતું. એ ટીમનો હું સુકાની હતો. સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તે અંગે પણ તેમણે ખુશી વ્યક્ત કરી હતી. અને જણાવ્યું હતું કે તેમનું પ્રદાન ક્રિકેટમાં બહુ જ મોટું છે.
ભારતીય ટીમની જીતની આશા વ્યકત કરતા SCA પ્રમુખ જયદેવ શાહ
કાલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ ક્રિકેટ મેચ રમાવાની છે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આ ટેસ્ટ રમનાર છે. જેને લઇને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે ગ્રાઉન્ડની તૈયારી તેમજ પીચ અંગેની વિશેષ માહિતી આપી હતી.ભારતીય ટીમ જીતશે તેવી આશા વ્યકત કરી હતી. બંને ટીમને જોતા એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં યોજાનાર ટેસ્ટ મેચ ખૂબ જ રસપ્રદ રહેશે અને અમને આશા છે કે ઇન્ડિયન ટીમની જીત થશે. જ્યારે રાજકોટની પીચની વાત કરવામાં આવે તો જો કોઈ બેટ્સમેન સારી રીતના રમશે તો તેને આ પીચનો સપોર્ટ મળશે અને સ્પીનરને પણ ટેસ્ટ મેચના બીજા ત્રીજા દિવસે સારા એવા ટર્ન આ પીચ ઉપર મળશે.ખૂબ સારી હરીફાઈ અહીં થાય તેમ પણ જણાવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમ રાજકોટમાં બીજી વખત ટેસ્ટ મેચ રમવા માટે આવી છે. આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ જયદેવ શાહે જણાવ્યું હતું કે બ્રેન્ડમ મેકેલમ ઈંઙકની ટીમ સાથે પણ અહીંયા રમી ચૂક્યો છે. તે ગુજરાત લાયન્સ માટે રાજકોટમાં મેચ રમ્યો હતો. જેના કારણે તે રાજકોટના ગ્રાઉન્ડથી વાકેફછે. એ વખતે ટી-20 મેચ હતો પરંતુ આ વખતે ટેસ્ટ મેચ છે. જ્યારે ટેસ્ટ મેચો દરમિયાન ખેલાડીઓની તમામ બાબતોનું નોંધ થતી હોય છે. જેને લઈને મને લાગે છે કે આ સૌથી સારો મેચ રાજકોટમકાં રમાશે.