For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બગસરામાં નવ વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત

01:59 PM Jul 15, 2025 IST | Bhumika
બગસરામાં નવ વર્ષની બાળકીનું હાર્ટએટેકથી મોત

કોવિડ બાદ હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. માત્ર વયસ્કો જ નહીં યુવાનો અને નાના બાળકોનું પણ અચાનક હ્રદય બંધ પડી રહ્યું છે, ત્યારે અમરેલીના બગસરામાં માત્ર 9 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બગસરાના નવા જીનપરા વિસ્તારમાં રહેતા આસિફ પઠાણની 9 વર્ષની દીકરી નફીસા ધોરણ 2માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ નફિસા સૂઈ રહી હોવાથી, તેનો ભાઈ તેને ઉઠાડવા ગયો હતો. જો કે નફિસા હલન-ચલન ના કરતી હોવાથી તેણે માતાને જાણ કરી હતી. માતાએ પણ નફિસાને ઉઠાડવાનો પ્રયાસ કરી જોયો, પરંતુ તે ઉઠતી ના હોવાથી તેમને પતિને જાણ કરી હતી.

આખરે પતિ-પત્ની દીકરી નફિસાને લઈને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નફિસાનું હ્રદય રોગના હુમલાથી મોત થયું હોવાનું જાહેર કરતાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કુમળી વયે હાર્ટ એટેકથી મોતના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી મૂકી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement