For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ત્રંબા અને નવાગામ પાસે જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

04:12 PM Sep 14, 2024 IST | admin
ત્રંબા અને નવાગામ પાસે જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

43 હજારનો મુદ્દમાલ જપ્ત: એક શખ્સની શોધખોળ

Advertisement

શહેરના ત્રંબા અને અણિયરા ગામ નજીક જાહેરમાં તેમજ નવાગામ બસ સ્ટેશનની સામે જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે દરોડો પાડી નવ શખ્સોને ઝડપી 43 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રથમ દરોડામાં ત્રંબા અને અણીયરા ગામ વચ્ચે આવેલ સીમમાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતામીના આધારે આજીડેમ પોલીસ મથકના દેવાભાઇ ધરજીયા અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા અભિ જયંતિ ખાનપરા, રાજ વિજય રંગાણી, ધવલ રમેશભાઇ રાણપરીયા, જિગનેશ વિઠ્ઠાલ તોગડીયા, રીકીન રસિક આસૌદરીયા, હરેશ બાબુ તાલપરા અને મનસુખ સંઘાભાઇ હાપલીયા (રહે. બધા મોરબી રોડ)ને ઝડપી રૂા.22,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બીજા દરોડામાં નવાગામ બસ સ્ટેશનની સામે વછરાજ હોટેલ પાસે જુગાર રમતો હોવાની બાતામીના આધારે કુવડવા પોલીસ મથકના ભાવેશભાઇ મકવાણા અને સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા વિશાલ ચંદુ જાડા અને રફીક ઇનાયત પઠાણને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી રોકડ બે મોબાઇલ સહિત રૂા.21 હાજરનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. જ્યારે દરોડા દરમિયાન નવાગામનો વિશાલ મનસુખ ઝાપડા ફરાર થઇ ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement