મોરબીના રામ ઔર શ્યામનગરમાં બાળક સહિત નવને કૂતરાએ બચકા ભર્યા
02:55 PM Oct 13, 2025 IST
|
Bhumika
Advertisement
મોરબીના રામ ઔર શ્યામનગરમાં હડકાયા શ્વાને આતંક મચાવી દીધો હતો બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી ઘાયલ કરતા અનેક ઘાયલોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા હડકાયા શ્વાનના આતંકને કારણે સ્થાનીકોમાં ભય જોવા મળી રહ્યો છે અને ઘરની બહાર નીકળતા સ્થાનિકો થરથર ધ્રુજી રહ્યા છે.
Advertisement
મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઔર શ્યામનગર સોસાયટીમાં હડકાયા શ્વાને રીતસરનો આતંક મચાવ્યો હતો માસૂમ બાળક સહીત આઠ વ્યક્તિને બચકા ભરી લીધા હતા જે સમગ્ર ઘટના સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે સોસાયટીમાં રહેતા બાળક, વૃદ્ધા સહિતના આઠ જેટલા વ્યક્તિને શ્વાને બચકા ભરી લેતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા હડકાયા શ્વાનના આતંકથી સ્થાનીકોમાં ભય અને ગુસ્સાની લાગણી જોવા મળી રહી છે.
Next Article
Advertisement