ભરૂચ ડેરીમાં ભાજપ પેનલ વિરૂધ્ધ ફોર્મ ભરનાર MLA જૂથના નવ સસ્પેન્ડ
ભરૂૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરાના MLA ની પેનલના 9 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે. ભરૂૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ બળવો કરનાર વાગરા ધારાસભ્ય અરૂૂણસિંહ રાણાની પેનલના ઉમેદવારો પર પક્ષે મેન્ડેટના અનાદરનો કોરડો વિંઝયો છે. ભાજપના મેન્ડેટ વિરૂૂદ્ધ ઉમેદવારી કરનાર 9 સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમતસિંહ રાજ, જંબુસરના જગદીશ પટેલ, કાવીઠાના જીગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલ, સોમા વસાવા, દિનેશ બારીયા અને સુનિલ પટેલનો સમાવેશ થાય છે. ભરૂૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા છે.
દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂૂણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં, વાગરા MLA એ મેન્ડેટ વિરૂૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂૂચ દૂધધારા ડેરી માટે આગામી 19મી સપ્ટેમ્બરે 4 જુદા જુદા સ્થળોએ મતદાન યોજાશે. મતદાન બાદ 20મીએ થનાર મતગણતરીમાં દૂધધારાનું સુકાન કોના હાથમાં આવે છે તે જોવાનું રહ્યું.
ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 15 બેઠકો પૈકી 12 બેઠક માટે ઘનશયમ પટેલ અને 3 બેઠક માટે અરૂૂણસિંહ રાણાની પેનલને મેન્ડેટ આપ્યા હતા. મેન્ડેટ છતાં અરૂૂણસિંહ રાણાની પેનલમાંથી 12 લોકોએ અપક્ષ ઉમેદવારી કરી હતી. દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના નર્મદા જિલ્લા પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂૂણસિંહ રાણા સામસામે છે.