મોરબીમાં પેટકોકનો વપરાશ કરતી નવ ફેકટરી સીલ, સવા કરોડનો દંડ ફટકારાયો
મોરબીમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરી આવેલી છે અને મોરબી જીલ્લામાં મોટી સંખ્યામાં ઉદ્યોગ આવેલા હોવાથી પ્રદુષણ સંબંધિત કામગીરી સમયાન્તરે કરવામાં આવતી હોય છે જેમાં તાજેતરમાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરનાર નવ ફેક્ટરીને સીલ કરી સવા કરોડનો દંડ ફટકારી જીપીસીબી ટીમે પ્રસંશનીય કામગીરી કરી ચ પરંતુ નવ સિરામિક એકમોના નામો જાહેર કેમ કરવામાં આવતા નથી, નામો મીડિયાને આપવામાં કોની શરમ અધિકારીઓને નડે છે તે મોટો સવાલ છે.
મોરબી સિરામિક એકમોમાં પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મોરબી કચેરીના અધિકારીઓની ટીમે તપાસ ચલાવી હતી 15 થી વધુ ફેકટરીમાં તપાસ કરતા નવ ફેક્ટરી પેટકોકનો વપરાશ કરતી હોવાનું ખુલ્યું હતું જેમાં બે ફેક્ટરીને 10-10 લાખ અને સાત ફેક્ટરીને 15-15 લાખનો એમ કુલ રૂૂ 1.25 કરોડનો દંડ ફટકાર્યો છે તેમજ નવ ફેક્ટરીને સીલ મારી દેવામાં આવ્યું છે.
જીપીસીબી ટીમે પ્રદુષણ ફેલાવતી અને નિયમોનો ભંગ કરનાર નવ ફેક્ટરી સામે કાર્યવાહી કરી છે જે કામગીરી ચોક્કસ બિરદાવવા લાયક છે પરંતુ ટીમે જે નવ ફેકટરીઓ સીલ કરી તેનું લીસ્ટ પત્રકારોને કેમ આપવામાં નથી આવ્યું, અધિકારીઓને કોની શરમ નડે છે લીસ્ટ આપવામાં અને વારંવાર નામોનું લીસ્ટ માંગવા છતાં અધિકારીઓએ લીસ્ટ ધરાર નહિ આપીને અનેક સવાલો ઉભા કર્યા છે.