For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઇમરજન્સી સિઝેરીયન અને તાત્કાલિક વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે એઇમ્સમાં NICUની શરૂઆત કરાઇ

04:56 PM Jul 08, 2025 IST | Bhumika
ઇમરજન્સી સિઝેરીયન અને તાત્કાલિક વેન્ટિલેટર સહિતની સુવિધા સાથે એઇમ્સમાં nicuની શરૂઆત કરાઇ

અધૂરા મહિને જન્મતા બાળકો માટે વરદાનરૂપ ફેસીલીટીનો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને લાભ મળશે

Advertisement

આ પ્રદેશમાં વિશ્વ કક્ષાની નવજાત શિશુ સંભાળ પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા AIIMS રાજકોટે એક અત્યાધુનિક નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) ની સફળતાપૂર્વક સ્થાપના અને કાર્યરત કર્યું છે. આ સુવિધા હવે અકાળ અને પૂર્ણ અવધિના નવજાત શિશુઓની ગંભીર સ્થિતિઓનું સંચાલન કરવા સક્ષમ છે જેનો લાભ રાજકોટ સૌરાષ્ટ્ર અને કચ્છના રહેવાસીઓને મળશે.

AIIMS રાજકોટ ખાતે NICU નવજાત વેન્ટિલેટર કમળાની સારવાર માટે ફોટોથેરાપી યુનિટ ઓછા વજનવાળા બાળકો માટે કાંગારૂૂ મધર કેર અને અદ્યતન રિસુસિટેશન અને મોનિટરિંગ સિસ્ટમ્સથી સજ્જ છે. આ બધી સેવાઓ હવે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ છે અને સંસ્થા સમગ્ર પ્રદેશમાં વિશ્વ સ્તરીય નવજાત શિશુ સંભાળ સુલભ બનાવવા માટે તેના માળખાગત સુવિધાઓનો ઝડપથી વિસ્તાર કરી રહી છે.

Advertisement

નવજાત શિશુ સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે તાજેતરમાં AIIMS જોધપુરમાંથી તાલીમ પામેલા ઉખ નિયોનેટોલોજિસ્ટ ડો.વિમેશ પરમારની નિમણૂક કરવામાં આવી છે. મહત્વપૂર્ણ નવજાત શિશુઓના સંચાલનમાં તેમની કુશળતાએ NICUની ગુણવત્તા અને વિશ્વાસમાં વધુ વધારો કર્યો છે. આ ઉપરાંત AIIMS રાજકોટની પ્રશિક્ષિત નર્સિંગ ટીમ જેમણે દેશના અન્ય અઈંઈંખજમાંથી વિશેષ તાલીમ મેળવી છે. તેમણે ચોવીસ કલાક સમર્પિત સેવા પૂરી પાડીને ઉત્તમ સંભાળ સુનિશ્ચિત કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement