રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જામનગરના અનેક વિસ્તારોમાં આગામી તા. 10 અને 11 પાણી વિતરણ બંધ રહેશે

01:01 PM Mar 09, 2024 IST | Bhumika
Advertisement

જામનગરમાં લાલપુર ચોકડી પાસે 700 એમ.એમ. ડાયા.ની મુખ્ય પાઈપલાઈન ઓવરબ્રીજ ક્ધસ્ટ્રક્શના કામમાં નડતરરૃપ થતી હોય જેને શીફ્ટીંગ કરવાની તથા તેના જોડાણની આનુસાંગિક કામગીરી કરવાની થતી હોય જેને તા. 10-3-ર0ર4 ના અમુક ઝોનમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.

Advertisement

જામનગરમાં લાલપુર ચોકડી પાસે ઓવરબ્રિજ નિર્માણનું કાર્ય ચાલુ છે, ત્યાંથી પસાર થતી પાણીની પાઈપલાઈન શિફ્ટીંગ કરવાની છે. આથી તા. 10-3-ર0ર4 રવિવારના ગોકુલનગર ઝોન ’બી’ હેઠળ આવતા વિસ્તારો, શિવનગર-ર, શ્યામનગર, નારાયણનગર, શ્રૃતી પાર્ક, મુરલીધરનગર, નવાનગર, ધૈલાશનગર, સાંયોનાગલી ડાબી સાઈડ, રાજરાજેશ્વરી, બાલમુકુંદ સોસાયટી, સીતારામ સોસાયટી, સોહમનગર, વિજયનગર, સુભાષનગર, ઓશવાળ સોસાયટી, શીતલ પાર્ક, મોહનગર, ખાખીનગર, સિદ્ધાર્થનગર, મયુર એવન્યુ, સ્વામિનારાયણનગરમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
ઉપરાંત તા. 11-3-ર0ર4, સોમવારના ગોકુલ નગર ઝોન ’એ’ હેઠળ આવતા વિસ્તારો ગોકુલનગર, મથુરાનગર, લક્ષ્મીનગર, પ્રજાપતિ સોસાયટી, દલવાડી સોસા., સોમનાથ સોસા., વૃંદાવન-1, ર, રામનગર, અયોધ્યાનગર, મારૃતિનગર, સરદારનગર, સરદાર પાર્ક, દ્વારકાધીશ સોસાયટી, દ્વારકેશ 1 થી 4, માધવબાગ-1, ર, 3, પ, 6, મહાલક્ષ્મી પાર્ક, પ્રણામી ટાઉનશીપ, ખોડિયારનગર વિગેરે તા. 10-3-ર0ર4, રવિવારના જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તાર, ઈવા પાર્ક, રઘુવીર પાર્ક, સુભાષ પાર્ક, નિલકંઠ પાર્ક, ન્યુ નવાનગર, મયુર ટાઉનશીપ, ખોડિયાર પાર્ક, મયુરબાગ, સેટેલાઈટ પાર્ક, શ્રીજી પાર્ક, મારૃતિનંદન, મારૃતિ રેસિડેન્સી, પુષ્કરધામ, ગોકુલધામ, મંગલધામ, હરિધામ વિગેરે વિસ્તારો, તા. 11-3-ર0ર4, સોમવારના જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતા વિસ્તારો, ધોરીવાવ, ખોડિયાર વિલા, ખોડલ ગ્રીન્સ, શિવધારા-4, જેજે જશોદાનાથ-1, ર, ક્રિષ્ના પાર્ક, ઓમ પાર્ક, શિવધારા-1, ર, જ્યોતિ પાર્ક-1, ર, જયહરિ પાર્ક વિગેરે વિસ્તારો તા. 10-3-ર0ર4, રવિવારના રવિ પાર્ક ઝોન ’એ’ હેઠળ આવતા વિસ્તારો, બાલાજી પાર્ક-1, 3, ડીફેન્સ કોલોની, આનંદ કોલોની, ચાલી વિસ્તાર, મહાદેવનગર, મયુરનગર, ભક્તિનગર, પુરબિયાની વાડી, ભીંડાવાડી, રાધેક્રિષ્ના સોસા., નિલકંઠ પાર્ક, શિવ ટાઉનશીપ, તિરૃપતિ પાર્ક-ર વિગેરે તા. 11-3-ર0ર4, સોમવારના રવિ પાર્ક ઝોન ’બી’ હેઠળ આવતા વિસ્તારો કોમલનગર, ઈન્દિરા કોલોની, સિદ્ધાર્થનગર, ખેતીવાડી, મયુરનગર, વામ્બે આવાસ, મયુરનગર આવાસ, દેવનગર, રાજીવનગર, બલદેવનગર, વાયુનગર, સેનાનગર, આકાશનગર, મુરલીધરનગર, ઓમ સાંઈરામ પાર્ક, યોગેશ્વર ધામ, જય દ્વારકાધીશ પાર્ક, રવિ પાર્ક ટાઉનશીપ, કનૈયા પાર્ક, સ્વામિનારાયણ ધામ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

તા. 10-3-ર0ર4, રવિવારના બંધ રહેવા પામેલ હોય તેઓને તા. 1ર-3-ર0ર4, મંગળવારના પાણી વિતરણ કરવામાં આવશે અને તા. 11-3-ર0ર4, સોમવારના બંધ રહેવા પામેલ હોય તેઓને તા. 13-3-ર0ર4, બુધવારના રાબેતામુજબ પાણી વિતરણ કરવામાં આવશે, તેમ જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement