નવનિર્મિત ટાઉનહોલનું સાંસદનાં હસ્તે લોકાર્પણ
જામનગર શહેરનાં પ્રતિષ્ઠિત એમ.પી. શાહ ટાઉનહોલનું નવીનીકરણ કાર્ય પૂર્ણ થતાં આજે નવા રંગરૂૂપમાં સજ્જ ટાઉનહોલનું લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી સહિતનાં આગેવાનો તથા મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.મોદી, સિટી એન્જીનીયર ભાવેશભાઈ જાની સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. નવીનીકરણ પછી લોકાર્પણ પામેલા ટાઉનહોલમાં પ્રથમ કાર્યક્રમ રૂૂપે શહેરની ગૌરવવંતી નાટ્ય સંસ્થા પથિયેટર પીપલથ નાં યુવક મહોત્સવમાં રાજ્યકક્ષાએ વિજેતા એકાંકી પવેશ અમારો વ્યથા તમારીથ નું મંચન કરવામાં આવ્યું હતું. નૂતન બેઠક વ્યવસ્થા, આધુનિક સાઉન્ડ સિસ્ટમ, લાઇટીંગ, લિફ્ટ સહિતની સુવિધાઓથી સજ્જ ટાઉનહોલમાં કાર્યક્રમ નિહાળી દર્શકો રોમાંચિત થઇ ઉઠયા હતાં.